તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉપચારના અભાવે દર્દીનું મૃત્યુ થતાં તબીબી અધિકારી સસ્પેન્ડ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં આગ લાગી તો સંબંધિત ડાયરેક્ટરો જવાબદાર ગણાશે

ગંભીર દર્દીને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં એકથી અન્ય વિભાગમાં અથવા અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવે છે, જે દોડાદોડીમાં દર્દીનું મૃત્યુ થવાના અનેક કિસ્સા વારંવાર બને છે. ઉપરાંત હોસ્પિટલોમાં આગ અથવા શોર્ટ સરકિટથી આગને લઈને દુર્ઘટનામાં નવજાત બાળકો, મહિલાઓ, પુરુષોનાં મોત થવાની ઘટનાઓ વારંવાર બને છે. આ રોકવા માટે સરકારે હવે કડક પગલાં લીધાં છે.

સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં તબીબી ઉપચાર માટે દાખલ થયેલા દર્દી પર સમયસર ઉપચાર નહીં કરવામાં આવે અથવા અલગ અલગ વિભાગોમાં ફરવાનો વારો આવીને દર્દીનું ઉપચારને અભાવે મૃત્યુ થાય તો હોસ્પિટલના સંબંધિત તબીબી અધિકારી પર તુરંત સસ્પેન્શનની કાર્યવાહી કરવાનો કઠોર નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગે લીધો છે.સરકારી હોસ્પિટલોમાં અનેક વાર દર્દીઓને સમયસર ઉપચાર મળતો નથી એવી ઘટનાઓ છાશવારે જોવા મળે છે. થોડા સમય પૂર્વે આવી જ એક ઘટના રાજ્યની એક સરકારી હોસ્પિટલમાં બની હતી.

આગ લાગે તો ડાયરેક્ટર જવાબદાર
રાજ્યમાં હવે પછી હોસ્પિટલમાં આગ લાગે અથવા શોર્ટસરકિટથી આગ લાગે તો સંબંધિત હોસ્પિટલના ડાયરેક્ટરોને જવાબદાર ગણવામાં આવશે એમ પણ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે. આથી હોસ્પિટલોમાં શોર્ટસરકિટ થઈને લાગતી આગ ટાળવા માટે ઉપાયયોજનાઓ અગાઉથી જ કરી રાખવી એવી તાકીદ સરકારે આ સાથે આપી છે.

કોરોનાકાળમાં રાજ્યની અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ બની હોઈ તેમાં અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સરકારે ગંભીર નોંધ લીધી હોઈ ભવિષ્યમાં આગની દુર્ઘટનાઓ ટાળવા માટે ઉપાયયોજના કરવી એવું સ્પષ્ટ કરતું પરિપત્રક જારી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...