તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:N-95 માસ્ક સાથે મેડિકલ માસ્ક પણ પહેરવું જરૂરી

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સુતરાઉ કપડાના માસ્કથી રક્ષણ મળતું નથી એવો મહાપાલિકાનો દાવો

સાદા સુતરાઉ કપડાનું માસ્ક પહેરનારાએ આ માસ્કની અંદર હવે સર્જિકલ અર્થાત મેડિકલ સારવાર દરમિયાન પહેરવામાં આવતો માસ્ક પહેરવો એવી હાકલ મહાપાલિકા પ્રશાસને કરી છે. એન-૯૫ માસ્ક અને મેડિકલ માસ્કના કારણે ૯૫ ટકા સંરક્ષણ મળે છે. સુતરાઉ કપડાના માસ્કના કારણે શૂન્ય ટકા સંરક્ષણ મળે છે એવો દાવો મહાપાલિકાના અધિકૃત ટ્વિટર હેન્ડલ માય બીએમસી પર કરવામાં આવ્યો છે. જોકે આ હાકલ કયા આધારે કરી એવો પ્રશ્ન ઉપસ્થિત કરતા નાગરિકોએ એના પર વાંધો ઉઠાવ્યો છે.

એન-૯૫ માસ્કની જાહેરાત કરવી છે કે અને એક માસ્ક પહેરીનું બહાર ફરવું ત્રાસદાયક છે ત્યારે બે માસ્ક પહેરીને કેવી રીતે ફરવું એવો પ્રશ્ન નાગરિકો ઉપસ્થિત કરી રહ્યા છે. દરમિયાન સુતરાઉ કપડાના માસ્ક પહેરવા પણ સુરક્ષિત છે. જોકે અનેક નાગરિકો બહાર ફરતા સમયે માસ્ક કાઢી નાખે છે અથવા એનો યોગ્ય ઉપયોગ કરતા ન હોવાથી મૂળ હેતુ સાધ્ય થતો નથી. તેથી એક માસ્કની અંદર વધુ એક માસ્કનો સમાવેશ કરવો એવી હાકલ કરવામાં આવી છે એમ અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

અનેક વખત નાગરિકો હોસ્પિટલમાં, રસીકરણ કેન્દ્રમાં આવે છે પણ માસ્ક યોગ્ય રીતે પહેર્યું હોતું નથી. તેથી આ હાકલ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. મુંબઈમાં માસ્ક વિના ફરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવતી હોવાથી નાગરિકોમાં માસ્ક માટે જાગૃતિ નિર્માણ થઈ છે. મુંબઈમાં દર્દીઓની સંખ્યા ઓછી થવા પાછળ આ પણ એક મોટું કારણ છે એવી પ્રતિક્રિયા મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે વ્યક્ત કરી હતી.

મેયરની વિનંતી
મુંબઈમાં કોરોના વાઈરસનું સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે પણ કેટલાક ઠેકાણે નાગરિકોની ગેરજવાબદારી જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ અંકુશમાં રાખવા પ્રયત્ન કરતી યંત્રણાના કામમાં આ ગેરજવાબદારી અડચણ ઊભી કરે છે. તેથી મુંબઈના મેયર કિશોરી પેડણેકરે બે માસ્ક પહેરવાની નાગરિકોને વિનંતી કરી છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે બે માસ્ક પહેરો. જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો