તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મહાપાલિકાના 55 વર્ષથી ઉપરના કર્મીઓ માટે મેડિકલ સર્ટિ જરૂરી

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કર્મચારી સંગઠનોએ આ નિર્ણયનો ફેરવિચાર કરવાની માગણી કરી

કોરોનાનો ફેલાવો ચાલુ છે ત્યારે મુંબઈ મહાપાલિકાના 55 વર્ષ અને એનાથી ઉપરના કર્મચારીઓ-અધિકારીઓની સેવા ચાલુ રાખવા માટે મેડિકલ તપાસ કરીને તંદુરસ્ત હોવાનો રિપોર્ટ રજૂ કરવાનો ફતવો મહાપાલિકા પ્રશાસને કાઢ્યો છે.

એક તરફ 55 વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોનાથી દૂર રાખીને તેમની સંભાળ લેનાર પ્રશાસને હવે આ આદેશ આપ્યો હોવાથી મહાપાલિકામા નારાજગીનો સૂર ઉમટી રહ્યો છે. દરમિયાન કર્મચારી સંગઠનોએ આ નિર્ણયનો ફેરવિચાર કરવાની માગણી પ્રશાસનને કરી છે. મહાપાલિકાની સેવામાંના અધિકારીઓ-કર્મચારીઓ ઉંમરના 55 વર્ષ પૂરા થયા પછી આગળ કામ કરવા માટે પોતે શારીરિક દષ્ટિએ સક્ષમ હોવાનો રિપોર્ટ આપવો પ્રશાસને ફરજિયાત કર્યું છે. કર્મચારીઓની ઉંમર 55 વર્ષ પૂરી થાય એના ત્રણ મહિના પહેલાં મેડિકલ પરીક્ષક પાસે મેડિકલ પરીક્ષણ માટે મોકલવાનો આદેશ પ્રશાસને આપ્યો છે.

આ કર્મચારીઓએ આ બાબતનો રિપોર્ટ ખાતાને રજૂ કરવો પડશે. પાંચ વર્ષનો ગોપનીય અહેવાલ, તપાસનું ના હરકત પ્રમાણપત્ર, મેડિકલ પ્રમાણપત્ર ચકાસીને અધિકારી-કર્મચારીની સેવા ચાલુ રાખવાનો નિર્ણય લેવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો છે. કોરોનાગ્રસ્તોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે મેડિકલ તપાસ માટે કેવી રીતે જવું એવો પ્રશ્ન છે. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડ્યું પછી પ્રશાસને કર્મચારીઓ માટે 100 ટકા હાજરી ફરજિયાત કરી હતી.

પરિપત્રનો ફેરવિચાર
પારંપારિક પદ્ધતિમાં ફેરફાર કરીને પ્રશાસને 55 વર્ષ પૂરા થઈ રહેલા અધિકારી-કર્મચારીઓને સેવા ચાલુ રાખવા નવો આદેશ આપ્યો છે. મેડિકલ તપાસ માટે ગયા બાદ અધિકારી-કર્મચારીઓને સંક્રમણ થવાની શક્યતા છે. આ પરિપત્ર બાબતે કર્મચારીઓમાં સંતાપ વ્યક્ત થઈ રહ્યો છે. તેથી આ પરિપત્રનો ફેરવિચાર કરીને નિર્ણય રદ કરવો એવી માગણી ધ મ્યુનિસિપલ યુનિયનના સેક્રેટરી રમાકાંત બનેએ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો