તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્યજીવોની સંભાળ:ઝૂમાં પ્રાણીઓને પ્રવૃત્ત રાખવા રમત રમાડીને ભોજન અપાય છે

મુંબઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનને કારણે માર્ચથી ભાયખલાનો રાણીબાગ બંધ છે છતાં ત્યાંના વન્યજીવોની સંભાળ રાખવા માટે નવા ઉપક્રમો ઉદ્યાન પ્રશાસને ચાલુ કર્યા છે. પ્રાણીસંગ્રહાલયમાં પણ જંગલમાં વસવાટનો અનુભવ મળે એ માટે વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવે છે. ખાસ કરીને ભોજન માટે વિશેષ યોજના કરવામાં આવે છે. વાઘ અને દીપડાને શિકાર શોધવાની આદત હોય છે. તેથી તેમને આપવામાં આવતું માંસ ઝાડ પર લટકાવવામાં આવે છે. ક્યારેક પિંજરામાં કોઈ ખૂણે છૂપાવીને મૂકવામાં આવે છે જેથી શારીરિક હિલચાલ થાય છે અને નાક, કાન, આંખને વ્યાયામ મળે છે. હરણોને આપવામાં આવતું ભોજન, ભાજીઓ ઉંચાઈએ બાંધવામાં આવે છે.

જેમ જંગલમાં એ ખાય એવી રીતે રાણીબાગમાં પણ બંને પગ ઉંચા કરીને એ ખોરાક ખાતા સમયે હરણની ડોકને થોડી તકલીફ થાય છે. રીંછને મધ ખૂબ ભાવે છે. તેથી ઝાડને મધ લગાડવું, ફળોને મધ લગાડીને એ છુપાવી દેવા જેવી રમત રમવામાં આવે છે. આ જ પદ્ધતિથી કાચબા, શિયાળ અને અન્ય પ્રાણીપક્ષીઓની હિલચાલ કરાવવામાં આવે છે. ખાદ્યપદાર્થો સહજતાથી તેમની સામે મૂકી શકાય પણ રમત રમાડીને આપવામાં આવે તો પ્રાણીઓનો શારીરિક વિકાસ થવામાં મદદ થાય છે એવી માહિતી ઉદ્યાનના જીવશાસ્ત્રજ્ઞ અભિષેક સાટમે આપી હતી. વન્યજીવોને બાંબુના ટુકડાઓ સાથે લાકડાના ટુકડાઓ સાથે રમવાનું ગમે છે.

તેથી દરેક પિંજરામાં વિવિધ આકારના લાકડાના ટુકડાઓ, બાંબના ટુકડાઓ રાખવામાં આવે છે. રીંછને બાંબુના ઝાડમાં છુપાઈને બેસવું ગમે છે. તેથી બાંબુના ઝાડ પણ ઉગાડવામાં આવ્યા છે. વાઘને ફુદીનો, દેશી ચાયના છોડ ગમે છે. તેથી એના પિંજરામાં આ છોડ ઉગાડવામાં આવ્યા છે. કોરોના સમયમાં પણ કામ ચાલુ : અત્યારે રાણીબાગમાં જુદા જુદા પિંજરાઓનું બાંધકામ ચાલુ છે. કોરોનાના સમયમાં પણ આ કામ ચાલુ હતું. કામમાં બાધા ન આવે એ માટે બાંધકામ કામદારોને, કારીગરોને રાણીબાગમાં જ રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

રાણીબાગમાં પ્રાણીઓ લઈ આવીએ એટલે કામ પૂરું એમ હોતું નથી. તેમના આરોગ્ય સાથે જ દિનચર્યા પણ સંભાળવી પડે છે. તેમને વ્યસ્ત રાખવા માટે શું કરવું પડશે, કઈ રમતો તૈયાર કરવી પડશે એના પર અમારું કામ તરત શરૂ થાય છે. પ્રાણીઓને જંગલમાં નિવાસની અનુભૂતિ થાય એ માટે રાણીબાગના બધા કર્મચારીઓ દિવસરાત કામ કરે છે એમ રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું.

પ્રાણીઓને બર્ડ ફ્લૂથી સાચવવા વિશેષ સંભાળ
બર્ડ ફ્લૂના રોગચાળાની અસર અહીંના પક્ષીઓ અને પ્રાણીઓ પર ન થાય એ માટે બહારના પક્ષીઓની વિષ્ઠા આ પરિસરમાં પડવા દીધી નહીં. આમ થાય તો તરત એ સાફ કરવામાં આવે છે.

પેંગ્વિન માટે બનાવવામાં આવે છે ખાસ ફિશ કેક
પેંગ્વિનના ખોરાકમાં ઉત્તમ દરજ્જાની માછલીઓ, ઈયળો ઉપરાંત સમયાંતરે ફિશ કેક આપવામાં આવે છે. દર કલાકે તેમનું નિરીક્ષણ અને અનુમાન નોંધવામાં આવે છે. એમાં પાણી શુદ્ધીકરણ, અંદરની સંરચનાનું તાપમાન, પેંગ્વિનની હિલચાલ નોંધવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો