તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:માથેરાન શનિવારથી પર્યટકો માટે ખુલ્લું મુકાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક મહિનાથી માથેરાનમાં એકેય કોરોનાનો નવો દર્દી નોંધાયો નથી

છેલ્લા દોઢ વર્ષથી માટે બંધ કરાયેલું પર્યટકોનું નંદનવન માથેરાન શનિવારથી ખુલ્લું કરવામાં આવશે. આને કારણે ડુંગરોમાં નિસર્ગસૌંદર્યનો આનંદ ફરીથી પર્યટકો લઈ શકશે. રાયગડના જિલ્લાધિકારી નિધિ ચૌધરીએ માથેરાન પર્યટકો માટે ખુલ્લું કરવાનો નિર્ણય લીધો છે.છેલ્લા એક મહિનાથી માથેરાનમાં એકેય નવો કેસ નોંધાયો નથી. 95 ટકા માથેરાનના રહેવાસીઓનું રસીકરણ પૂરું થયું છું. અહીંના રહેવાસીઓનો રોજગાર ફક્ત પર્યટકો પર આધાર રાખતો હોવાથી પર્યટન શરૂ કરવાની જોરદાર માગણી થતી હતી.

આખરે જિલ્લાધિકારી કાર્યાલયે પર્યટનને છૂટ આપતાં વીકએન્ડ વિતાવવા માગનાર માટે દ્વાર ખુલ્લાં થયા હોવાથી માથેરાન ફરીથી ધમધમતું થવાને લીધે સ્થાનિક રહેવાસીઓનો રોજગાર ફરી શરૂ થઈ શકશે. એક-બે દિવસ માટે માથેરાન ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. મુંબઈથી બેએક કલાકના અંતરે આવેલા માથેરાનને મુંબઈગરા શનિ- રવિ રજા વિતાવવા માટે અગ્રતા આપે છે. રાયગડ જિલ્લામાં તે આવેલું છે. અહીં કોરોનાગ્રસ્તોની ટકાવારી સતત ઓછીથઈ રરી છે. ઓક્સિજન બેડ્સની ઉપલબ્ધતા પણ વધી છે.

આખઆ જિલ્લા માટે આ દિલાસાજનક છે. આ સ્થળમાં ત્રીજા સ્તરનાં નિયંત્રણો લાગુ કરાશે, જે મુજબ હોટેલ અને અન્ય સુવિધા મર્યાદિત પ્રમાણમાં ચાલુ રહેશે. પર્યટનને પણ પરવાનગી આપવામાં આવી છે, એમ ચૌધરીએ જણાવ્યું હતું.કોરોનાકાળમાં મુંબઈ- પુણેમાં નિયંત્રણો હળવાં થયાં પછીઅનેક પર્યટકોએ માથેરાન તરફ દોટ મૂકી હતી, પરંતુ પર્યટન માટે બંધી લાદવામાં આવી હતી, જેને લઈ સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે હવે માથેરાન ફરીથી અગાઉની જેમ ધમધમતું થશે.

અન્ય સમાચારો પણ છે...