દુર્ઘટના:પ્રસૂતિ કરાવનારી નર્સનું પોતાની પ્રસૂતિમાં મૃત્યુ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં 5000 મહિલાની

રાજ્યના હિંગોલી જિલ્લામાં સરકારી હોસ્પિટલ ખાતે જ્યોતિ ગવળી (38) નામે નર્સે 5000 મહિલાઓની નોર્મલ અને સીઝેરિયન પ્રસૂતિ સફળતાથી કરાવી હતી. જોકે રવિવારે પોતાની પ્રસૂતિ દરમિયાન તેનું મૃત્યુ થતાં બધાને આંચકો લાગ્યો છે.

હિંગોલીની હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે મોટા ભાગની મહિલાઓ જ્યોતિ જ પ્રસૂતિ કરે એવો આગ્રહ રાખતી હતી. જોકે રવિવારે તેની પોતાની પ્રસૂતિ સમયે તેનું મૃત્યુ થયું હતું. તેણે સીઝેરિયન થકી સશક્ત બાળકને જન્મ આપ્યો હતો. જોકે પ્રસૂતિ પછી તેની તબિયત બગડવા લાગી હતી. તેનો રક્તસ્રાવ અટકતો નહોતો. આથી તેને તુરંત નાંદેડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ત્યાં સુધી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

ડોક્ટરે તેનો રક્તસ્રાવ અટકાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે બીજી બાજુ જ્યોતિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. હિંગોલી પૂર્વે તે ગોરેગાવની હોસ્પિટલમાં કામ કરતી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં હિંગોલીમાં તેણે 5000થી વધુ મહિલાઓની પ્રસૂતિમાં મદદ કરી હતી. તેના મૃત્યુથી હોસ્પિટલમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...