કુકર્મ:ઠંડાં પીણાંમાં ઘેનયુક્ત દવા પિવડાવી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રના બાળકનો જન્મદિવસ ઊજવવા બોલાવીને ચાર જણે કુકર્મ કર્યું

કોરોનાના ભય વચ્ચે માનખુર્દમાં એક 44 વર્ષીય મહિલાને મિત્રના બાળકનો જન્મદિવસ ઊજવવાનો છે એમ કહીને બોલાવીને ચાર જણને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયની ધરપકડ કરી છે.આરોપીમાં અબ્દુલ જિલાની સત્તાર શેખ (34), હૈદર અલી સરદાર શેખ ઉર્ફે હીરા (35), મુરાદ મહેબૂબ શેખ ઉર્ફે રાજ (29) અને મહંમદ મુદાશીર નબી શેખ ઉર્ફે નબી ઉર્ફે રહીમ (34)નો સમાવેશ થાય છે.

મહિલાને ટેક્સીમાં તેના ઘરે છોડીને જતા રહ્યા હતા.આ પછી બીજા દિવસે મહિલાને ત્રાસ થવા લાગ્યો હતો

રહીમ માનખુર્દનો રહેવાસી છે, જ્યારે અન્ય ત્રણ માટુંગા લેબર કેમ્પના રહેવાસી છે.મહિલા વીમા સલાહકાર તરીકે કામ કરે છે. આરોપી અબ્દુલે 24 જૂનના રોજ મિત્ર રહીમના બાળકનો જન્મદિવસ હોવાથી પાર્ટી રાખી છે એમ કહીને મહિલાને બોલાવી લીધી હતી. આ પછી તેને ઠંડાં પીણાંમાં ઘેનયુક્ત દવા પિવડાવી દીધી હતી. તે બેભાન થતાં જ ચાર જણે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ પછી મહિલાને ટેક્સીમાં તેના ઘરે છોડીને જતા રહ્યા હતા.આ પછી બીજા દિવસે મહિલાને ત્રાસ થવા લાગ્યો હતો. આથી તબીબી તપાસ કરી હતી. તે સમયે તેના શરીર પર ઠેકઠેકાણે ઉઝરડાનાં નિશાન જણાયાં હતાં, જખમ હતા અને ચોંટિયો ભર્યો હોય તેવાં પણ નિશાન હતાં. આ પછી મહિલાએ તબિયત સારી થયા પછી 1 જુલાઈના રોજ માનખુર્દ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સીઆરપીસીની કલમ 164 હેઠળ મહિલાનો જવાબ નોંધ્યો છે અને વધુ પુરાવા ભેગા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...