તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઈન્સ્ટાગ્રામ પર મૈત્રી બાદ સગીરા પર સામૂહિક દુષ્કર્મ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક રાતમાં ત્રણ અલગ અલગ સ્થળે દુષ્કર્મઃ છ આરોપીની ધરપકડ

sમુંબઈમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં પ્રશાસન વ્યસ્ત છે ત્યારે બનેલી એક આંચકાજનક ઘટનામાં એક સગીરા સાથે એક રાતમાં ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જઈને ત્રણ વાર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ અત્યંત ગંભીર પ્રકરણમાં પોલીસે છ જણની ધરપકડ કરી છે. પીડિતા અને આરોપીની મૈત્રી ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી.

પીડિતા 16 વર્ષની છે. આ આંચકાજનક ઘટના 31મી મે અને 1લી જૂનની રાત્રે મલાડ પશ્ચિમમાં મઢ અને માલવણી વચ્ચે બની હતી. પીડિતાના કુટુંબીઓએ મલાડ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં કિશોરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતા સગીર હોવાથી પોલીસે તુરંત અપહરણની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.દરમિયાન બીજા દિવસે બપોરે પીડિતા જાતે જ ઘરે પાછી આવી હતી. તે ઘરે આવી ત્યારે બહુ જ ગભરાયેલી હતી અને અસ્વસ્થ દેખાતી હતી. પીડિતા પાસે તેનાં માતા- પિતાએ પૂછપરછ કરી હતી. જોકે તેણે કશું કહ્યું નહોતું.

ફ્રેન્ડના ઘરે ગઈ તેણે પણ ઘાત કર્યો
આ ઘટના પછી પીડિતાને મલાડના એક અન્ય મિત્રને ઘરે આરોપીઓ છોડીને ગયા હતા. અહીં પણ આરોપીઓના મિત્રોએ પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ પછી પીડિતા ઘરે નહીં જતાં પોતાના એક ફ્રેન્ડના ઘરે પહોંચી હતી. ત્યાં પણ તેના ફ્રેન્ડે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

આરોપીઓ 18થી 23 વયવર્ષના છે
આમ, કિશોરી પર દુષ્કર્મ અને ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. આ સંબંધે પોલીસે છ જણની ધરપકડ કરી છે, જે બધા 18થી 23 વર્ષના છે અને માલવણી વિસ્તારના જ રહેવાસીઓ છે. આ બધાની ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખ થઈ હતી. બધા આરોપીઓ સામે પોક્સો કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...