સામૂહિક દુષ્કર્મ:નવી મુંબઈની 2 સગીર બહેનો સાથે એક મહિના સુધી સામૂહિક દુષ્કર્મ

મુંબઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નોકરીને નામે જાલનામાં બોલાવ્યા પછી ચારેનો અત્યાચાર

સાકીનાકા ખૈરાણી રોડ ખાતે દુષ્કર્મ હત્યાનું પ્રકરણ હજુ ભુલાઈ નથી ત્યાં નવી મુંબઈની બે સગીર બહેનો સાથે નોકરીને બહાને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અરેરાટીજનક ઘટના બહાર આવી છે. આરોપીઓએ એક મહિના સુધી અત્યાચાર કર્યો હતો, જેમની ચુંગાલમાંથી બહેનો હેમખેમ ભાગી ગઈ અને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ઠેર ઠેર દરોડા પાડીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.જાલના શહેર નજીક નિધોના ખાતે 18 વર્ષીય અવિનાશ કાકાસાહેબ જોગદંડે નવી મુંબઈના દિઘાની બે સગીર બહેનોને જાલનામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.

બંને જાલના શહેરમાં પહોંચતાં તેમને ત્યાં ભાડાના ફ્લેટમાં રાખવામાં આવી હતી. આ પછી અવિનાશે બે સગીર બહેનો સાથે તેના ત્રણ મિત્રો સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.બે સગીર બહેનો સાથે અવિનાશ જોગદંડ, તેના ભાઈ શુભમ, મિત્ર દીપક રાણા અને ગણેશ કાકડેએ એક મહિના દરમિયાન અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આખરે 1 ઓક્ટોબરના રોજ બંને તેમની ચુંગાલમાંથી છટકીને ઔરંગાબાદમાં ભાગી આવી હતી. આ પછી ઔરંગાબાદમાં સિડકો પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો અને સોમવારે રાત્રે આ કેસ જાલના પોલીસને સોંપવામાં આવ્યો હતો.

વિવિધ વિસ્તારમાંથી ધરપકડ
આરોપી ગણેશ કાકડે અને શુભમ જોગદંડની જાલના શહેરના વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. કદિમ જાલના પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...