છેતરપિંડી:દવાને નામે લાખ્ખોની છેતરપિંડી કરેલા પૈસામાંથી લગ્ન કરી નાખ્યાં

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ભારે જહેમતથી આરોપીને જેલના સળિયા ગણતો કરી દીધો

દેશભરમાં કોરોનાના દર્દીઓ સાથે મ્યુકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. આથી મ્યુકરમાયકોસિસના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવતાં એમ્ફોટેરસિન-બી ઈન્જેકશનની અછત સર્જાઈ છે. આથી રેમડેસિવિર પ્રમાણ આ દવાનું પણ કાળાંબજારમાં વેચાણ થતું હોઈ અનેક લોકો પોતાના દર્દીઓના ઉપચાર માટે મોંમાગી રકમ આપીને આ ઈન્જેકશન ખરીદી કરી રહ્યા છે. આનો જ લાભ અમુક ઠગો લઈ રહ્યા છે.બોરીવલીમાં એમએચબી કોલોની પોલીસે એક 27 વર્ષીય આરોપીને મ્યુકરમાયકોસિસના ઉપચાર માટે ઉપયોગ કરાતી દવાઓ આપવાને નામે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરવા માટે જેલના સળિયા ગણતો કરી દીધો છે.

આરોપીએ બોરીવલી પશ્ચિમમાં રહેતી એક વ્યક્તિ સાથે રૂ. 1.80 લાખની છેતરપિંડી કરી હતી અને તે પૈસામાં તેણે પોતાનાં લગ્ન માટે વાપરી નાખ્યાં હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદીને ઈન્દોરની ડીએનએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી સંબંધીને મ્યુકરમાયકોસિસ માટે જરૂરી એમ્ફોટેરસિન-બી ઈન્જેકશનની બહુ જરૂર હતી. ફરિયાદીએ 23 મેના રોજ દવાની દુકાનમાં કામ કરતા એક મિત્રને આ સંબંધે માહિતી આપી હતી.

તેણે આરોપીનો નંબર ફરિયાદીને આપ્યો હતો. ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરીને ઈન્જેકશનની માગણી કરી હતી. આરોપીએ દરેક ડોઝ માટે રૂ. 6000ની માગણી કરી હતી.60 ડોઝના રૂ. 1.80 આપ્યા :ફરિયાદીએ જણાવ્યું કે સંબંધી માટે ડોક્ટરે60 ડોઝ માગતાં મેં કુલ રકમની અડધી કિંમત એટલે કે રૂ. 1.80 લાખમાં ડોઝ લીધા હતા. સંબંધીની તબિયત વધુ ખરાબ થતી હોવાથી તુરંત ઈન્જેકશનની જરૂર હતી.

પૈસા મળતાં જ ટાળમટોળ
27 મેએ ઈન્જેકશન મોકલીશ એમ આરોપીએ કહ્યું હતું, પરંતુ પૈસા મળતાં જ ટાળમટોળ કરવા લાગ્યો હતો. ઈન્જેકશન મળશે નહીં એમ લાગતાં પછી ફરિયાદીએ પૈસા પાછા માગવાનું શરૂ કર્યું હતું. 1 જૂને આરોપીને મલાડ પૂર્વના સાઈધામ મંદિરમાં ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. આ પછી દિંડોશી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. આ કેસ એમએચબીનો હોવાથી પછી આરોપીને ત્યાંની પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીએ અન્ય ત્રણ જણ સાથે પણ આ રીતે જ છેતરપિંડી કરી છે અને આ પૈસામાંથી લગ્ન કરી નાખ્યાં હોવાનું જણાવ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...