મેરિટાઈમ મ્યુઝિયમ:મુંબઈ બંદરના વારસાનું જતન કરવા મેરિટાઈમ મ્યુઝિયમ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશકાળથી આ બંદર વૈશ્વિક વેપારનું મોટું કેન્દ્ર રહ્યું છે

મુંબઈ બંદરની અને એના અમૂલ્ય ઈતિહાસની માહિતી સામાન્ય નાગરિકોને મળે એ માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ મેરિટાઈમ મ્યુઝિયમની સ્થાપના કરશે. મુંબઈ બંદરને 150 વર્ષ પૂરા થઈ રહ્યા હોવાની પાર્શ્વભૂમિ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈના આર્થિક વૈભવને ઉંચો લાવવામાં બંદરનો સિંહફાળો છે. બ્રિટિશોએ 1873માં બોમ્બે પોર્ટ ટ્રસ્ટની સ્થાપના કરી. બ્રિટિશકાળથી આ બંદર વૈશ્વિક વેપારનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. દેશમાંથી વિદેશમાં માલની નિકાસ કરવામાં, મુંબઈના ઉદ્યોગધંધાઓના વધવામાં બંદરનું મોટું યોગદાન છે. છેલ્લા થોડા વર્ષોમાં મુંબઈ બંદરથી થતો માલનું મોટા ભાગનું પરિવહન જેએનપીટી બંદરમાં જવાથી અહીંનો વેપાર ઘટ્યો.

શું હશે મ્યુઝિયમમાં?
દરિયાઈ કલાકૃતીઓ, શિલ્પો, નકશાઓ, ઐતિહાસિક માહિતી, ઈન્ફોગ્રાફીક્સ, મોડેલ્સ, હસ્તકલા, જૂના સમયના ફોટાઓ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસે ની જૂના સમયની વસ્તુઓ વગેરેનો સંગ્રહ આ મ્યુઝિયમમાં જોઈ શકાશે. એ સાથે જ સમુદ્રમાં સર્વેક્ષણ માટે ઉપયોગી વસ્તુઓ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસેનું વરાળ પર ચાલતું રોડ રોલર, સમુદ્રની ઊંડાઈ ગણવા માટેની યંત્રણા પણ આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. એ સાથે જ આધુનિક સમયમાં જહાજો માટે જરૂરી મલ્ટિમીડિયા સામગ્રી પણ આ મ્યુઝિયમમાં હશે. દરિયાઈ સંસ્થાઓ સાથે સંબંધિત પ્રદર્શનો અને કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...