તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો આદેશ:રાજ્યની તમામ શાળાઓમાં હવે મરાઠી ફરજિયાત કરાયું

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદેશમાં સુધારો કરીને નવો આદેશ જારી થયો

રાજ્યની સર્વ માધ્યમની સરકારી અને ખાનગી શાળાઓમાં હવે પાંચમાથી દસમા સુધી મરાઠા ભાષા ફરજિયાત કરવામાં આવી છે. આ અંગેનો આદેશ રાજ્ય સરકારે જારી કર્યો છે. અગાઉ જારી કરવામાં આવેલા સરકારી આદેશમાં સુધારણા કરીને તેમાં મરાઠી ભાષા ફરજિયાત એવું સ્પષ્ટ રીતે નોંધ કરીને શાળા શિક્ષણ અને ક્રીડા વિભાગે નવો સરકારી નિર્ણય જારી કર્યો છે.

આ વખતે શૈક્ષણિક વર્ષથી રાજ્યની બધી સરકારી અને ખાનગી શાળાઓમાં મરાઠી વિષય શીખવવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. ધોરણ 5થી ધોરણ 0 સુધીના વિદ્યાર્થીઓને મરાઠી વિષય (દ્વિતીય) શીખવવા બાબતે આદેશમાં નોંધ કરવામાં આવી હતી. તેમાં મરાઠી વિષય ફરજિયાત એવો ઉલ્લેખ નહોતો. આને કારણે અનેક શાળાઓએ સરકારી આદેશનો ફાયદો લીધો હતો અને મરાઠી વિષય અન્ય ક્રમ પર શીખવવાની શરૂઆત કરી હતી.

આને કારણે મરાઠી ભાષાને અગ્રતા આપવામાં આવતી નહીં હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. આથી શિક્ષણ વિભાગે અગાઉના સરકારી નિર્ણયમાં સુધારણા કરી છે અને મરાઠી વિષય ફરજિયાત એવી નોંધ કરી છે. આને કારણે હવે રાજ્યનાં બધાં પરીક્ષા મંડળોનો અભ્યાસક્રમ ધરાવતી બધાં માધ્યમની સરકારી અને ખાનગી શાળાઓમાં મરાઠી વિષય ફરજિયાત બની ગયો છે.

નવા નિર્ણયને લીધઝે રાજ્યની બધી ખાનગી અંગ્રેજી, હિંદી અને અન્ય ભાષિક શાળાઓમાં મરાઠી વિષય અનિવાર્ય બની ગયો છે. મરાઠી વિષય ફરજિયાત કાયદાની જોગવાઈનું જો કોઈ પણ ઉલ્લંઘન કરશે તો શાળા વ્યવસ્થાપનને રૂ. 1 લાખ દંડ ફરકારવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...