તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓમાં બેદરકારી:લોકલમાં પ્રવાસ કરતા સમયે અનેક પ્રવાસીઓ માસ્ક પહેરતા જ નથી

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

સામાન્ય પ્રવાસીઓ માટે ઉપનગરીય રેલવે સેવા ચાલુ થવાનો પંદર દિવસ વીતી ગયા છે. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી દર્દીઓમાં વધારાનો સીધો સંબંધ લોકલના પ્રવાસ સાથે જોડવામાં આવી રહ્યો છે. લોકલમાં થતી ગિરદીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડે છે. અનેક પ્રવાસીઓ માસ્ક પહેરતા નથી. છેલ્લા પંદર દિવસમાં મધ્ય અને પશ્ચિમ રેલવેમાં 14,500 કરતા વધુ પ્રવાસીઓ પર માસ્ક ન પહેરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. છતાં મુંબઈગરાઓ બેફિકરાઈથી વર્તી રહ્યા છે.

સામાન્ય પ્રવાસીઓ માટે 1 ફેબ્રુઆરીથી લોકલના દરવાજા મર્યાદિત સમય માટે ખોલવામાં આવ્યા. બધાને સવારના 7 વાગ્યા પહેલાં, બપોરે 12 થી 4 અને સાંજે 9 વાગ્યા પછી લોકલમાં પ્રવાસની પરવાનગી આપવામાં આવી છે. આ સમય પ્રમાણે અનેક કાર્યાલયોએ સમય બદલ્યો છે. જો કે પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ કોરોના પ્રતિબંધ નિયમાવલી પર પ્રવાસીઓ તરફથી આંખ આડા કાન કરવામાં આવે છે. અનેક પ્રવાસીઓ પ્રવાસ વખતે માસ્ક પહેરતા નથી. કેટલાક પ્રવાસીઓ હડપચી પર માસ્ક લગાડીને સાથેના લોકો સાથે ગપ્પા મારે છે.

પ્રવાસ દરમિયાન ઉપરાંત સ્ટેશનમાં ઉતર્યા પછી પણ આ લોકો માસ્ક પહેરતા નથી. કોરોનાના સંક્રમણનું જોખમ હજી ટળ્યું નથી. તેથી માસ્ક પહેરીને તકેદારી રાખનારા પ્રવાસીઓનો માસ્ક ન પહેરનારા પ્રવાસીઓ સાથે વિવાદ થાય છે. માસ્ક વિના પ્રવાસ કરવા બાબતે મધ્ય અને પશ્ચિમ રેલવે પ્રશાસન અને સ્થાનિક યંત્રણાઓએ કઠોર પગલાં ભરવાની શરૂઆત કરી છે. ફૂટઓવર બ્રિજ, પ્લેટફોર્મ, સ્ટેશનોના પ્રવેશદ્વાર ખાતે મહાપાલિકાના કર્મચારીઓ તૈનાત છે.

પ્રવાસીઓની સંખ્યામાં વધારો
1 ફેબ્રુઆરીથી સામાન્ય પ્રવાસીઓ માટે લોકલના દરવાજા ખોલવામાં આવ્યા. પશ્ચિમ રેલવેમાં અત્યારે દરરોજ 17,59,123 અને મધ્ય રેલવેમાં 21,00,000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે. લોકડાઉન પહેલાં બંને રૂટ પર દરરોજ 80,00,000થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા.

4618 પર કાર્યવાહી
પશ્ચિમ અને મધ્ય રેલવે ઉપનગરીય સ્ટેશનોમાં 1 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માસ્ક ન પહેરનારા કુલ 4618 પ્રવાસીઓ કાર્યવાહી કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેમાં સૌથી વધારે 2558 પ્રવાસીઓ અને મધ્ય રેલવેમાં 2060 પ્રવાસીઓનો એમાં સમાવેશ છે. પશ્ચિમ રેલવેમાં કાર્યવાહી કરવામાં આવેલા પ્રવાસીઓમાંથી પહેલા જ દિવસે 571 પ્રવાસીઓ પકડાયા હતા. બંને લાઈનમાં માસ્ક વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ પાસેથી રૂ. 4,50,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સીએસએમટીમાં 1715, કુર્લામાં 133 અને કલ્યાણ સ્ટેશનમાં 90 પ્રવાસીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો