નિર્ણય:રાજ્યમાં જિલ્લા સ્તરે અનેક સ્કૂલ યોજનાઓ રદ કરવામાં આવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક યોજનાઓ જૂની થઈ ગઈ હોવાથી રદ કર્યાની સરકારની સ્પષ્ટતા

રાજ્યમાં જિલ્લા પરિષદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકો, ગણવેશ, પૂરક લેખન સામગ્રી, વિદ્યાર્થીનીઓ માટે હાજરી ભથ્થુ વગેરે અનેક યોજનાઓ રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એમાંથી અનેક યોજનાઓ જૂની થઈ છે અને કેટલીક યોજના કેન્દ્ર સરકારની હોવાથી પુનરાવૃત્તી ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્કૂલ શિક્ષણ વિભાગે જારી કરેલ સરકારી આદેશમાં નોંધવામાં આવ્યું છે. જિલ્લા વાર્ષિક યોજનાના ભંડોળમાંથી અમલમાં મૂકવામાં આવતી સ્કૂલ શિક્ષણ વિભાગ સાથે સંબંધિત લગભગ 14 યોજનાઓ રદ કરીને કેટલીક યોજનાઓની ફેરરચના કરવામાં આવી છે.

એ અનુસાર હવેથી જિલ્લા વાર્ષિક યોજનાના ભંડોળમાંથી મુખ્યત્વે જિલ્લા પરિષદની પ્રાથમિક, માધ્યમિક સ્કૂલોની ઈમારત અને ક્લાસરૂમનું રિપેરીંગ, સ્વચ્છતાગૃહોનું રિપેરીંગ, સ્કૂલની ઈમારતો અને ક્લાસરૂમનું બાંધકામ, સ્વચ્છતાગૃહોનું બાંધકામ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પ તથા સ્વચ્છતાગૃહનું બાંધકામ, પીવાના પાણીની સુવિધા, સ્કૂલ સ્વચ્છતા, માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે સ્વતંત્ર કક્ષનું બાંધકામ, રમતનું મેદાન, સ્કૂલને સંરક્ષક ભીંત બાંધવી, આદર્શ સ્કૂલમાં વિવિધ પાયાભૂત સુવિધા નિર્માણ કરવી, વિજ્ઞાન લેબોરેટરી, ઈંટરનેટ, વાયફાય, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવશે.

રાજ્ય મંત્રીમંડળે 20 એપ્રિલના સરકાર તરફથી જિલ્લા વાર્ષિક યોજના માટે આપવામાં આવતા ભંડોળમાંથી ઓછામાં ઓછા 5 ટકા ભંડોળ સ્કૂલ શિક્ષણ વિભાગ સાથે સંબંધિત યોજનાઓ માટે અનામત રાખવાનો નિર્ણય લીધો હતો. એના માટે જિલ્લા વાર્ષિક યોજનાના ભંડોળમાંથી અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓનો કયાસ લઈને જૂની તથા પુનરાવૃત્તી થઈ રહેલી યોજનાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક યોજનાઓની ફેરરચના : પ્રાથમિક શિક્ષકોને ઈનામ આપવા માટે રાજ્ય સ્તરે સ્વતંત્ર યોજના ચાલુ છે.

અનુસૂચિત જાતીજમાતીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, ફી પૂર્તી, વિદ્યાર્થીઓની હાજરી વધારવા માટે મફત શિક્ષણ, મફત એસટી બસ પાસ, પરિવહન ભથ્થુ, હોસ્ટેલ જેવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. આ અસ્તિત્વમાં છે એવી યોજનાઓ અને એની પુનરાવૃત્તી તથા હાલની પરિસ્થિતિમાં કેટલીક નવી જરૂરિયાત ઊભી થઈ છે. સ્કૂલના વધતા વીજ બિલ, ઈમારતનું ભાડું, કોમ્પ્યુટર અને સાયન્સ લેબની જરૂરિયાત, વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાગૃહ, પાણીપુરવઠાની જરૂરિયાતનો વિચાર કરતા અત્યારની અસ્તિત્વમાં છે એવી યોજનાઓની ફેરરચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

550 કરોડ રૂપિયા ઉપલબ્ધ થશે
સામાન્ય રીતે રાજ્યના બજેટમાં દર વર્ષે જિલ્લા વાર્ષિક યોજનાઓ માટે 11 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. એમાંથી 5 ટકા ભંડોળ સ્કૂલ વિભાગની નવી યોજના માટે અનામત રાખવાનું હોય છે. એ અનુસાર દર વર્ષે 550 કરોડ રૂપિયા ઉપલબ્ધ થશે. 2022-23થી જિલ્લા સ્તર પર સ્કૂલ શિક્ષણ વિભાગ સાથે સંબંધિત પુનર્રચિત યોજનાની અમલબજાવણી કરવાની સૂચના આપવામાં આવી છે. મુંબઈ શહેર અને ઉપનગર જિલ્લાને આ નિર્ણય લાગુ પડશે નહીં.

કેટલીક યોજના કાળબાહ્ય
સ્કૂલ શિક્ષણ વિભાગે જારી કરેલા જીઆરમાં જણાવવામાં આવ્યું છે કે હાલની સ્થિતિમાં જિલ્લા વાર્ષિક યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી કેટલીક યોજનાઓ જૂની થઈ છે. મફત પાઠ્યપુસ્તકો, મફત ગણવેશ માટે કેન્દ્રની સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત સ્વતંત્ર યોજના કાર્યાન્વિત છે. વિદ્યાર્થીઓને લેખન સામગ્રી પૂરી પાડવા સમગ્ર શિક્ષા અને વર્લ્ડ બેંકની સ્ટાર્સ પ્રકલ્પ યોજના અંતર્ગત ગુણવત્તા વિકાસ માટે અભ્યાસ સમૃદ્ધિ કાર્યક્રમ, નવા ઉપક્રમ વગેરે યોજના અમલમાં મૂકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...