નિવેદન:ઔરંગાબાદ ખાતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી અનેક તર્ક-વિતર્ક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મિત્ર અને આપણે ફરી ભેગા થઈએ તો ભવિષ્યના મિત્ર – રાવસાહેબ દાનવેને જોઈને વક્તવ્ય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. એ નિવેદન પછી રાજ્યના રાજકારણમાં એક તરંગ ઉભી થઇ છે. ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાવસાહેબ દાનવેને “મારા ભૂતપૂર્વ મિત્ર અને જો આપણે ફરી ભેગા થઈએ તો ભવિષ્યના મિત્ર” તરીકે ઉલ્લેખ કર્યો. મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપના એકસાથે આવવાની સતત અટકળો ચાલી રહી છે, આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેનું શુક્રવારનું નિવેદન ઘણા સંકેત આપી રહ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાછળથી તેમના ભાષણમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા કારણ કે તેઓ તેમના જૂના મિત્ર રાવસાહેબ દાનવેને લાંબા સમય પછી મળ્યા હતા. ઠાકરેએ વધુ ભારપૂર્વકની ટિપ્પણી કરી હતી. મને એક કારણસર રેલવે ગમે છે. તમે ટ્રેક છોડી શકતા નથી અને દિશા બદલી શકતા નથી. હા, પણ જો ડાયવર્ઝન હોય તો તમે અમારા સ્ટેશન પર આવી શકો છો. પરંતુ એન્જિન પાટા છોડતું નથી, એમ તેમણે જણાવ્યું હતું. રાવસાહેબ દાનવે રેલવે રાજ્ય મંત્રી છે અને મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાંથી આવે છે.

આ ટિપ્પણી પછી અટકળો શરૂ થઇ ગઇ હતી. ઘણા રાજકારણીઓ આશ્ચર્ય પામી રહ્યા હતા કે શું તેઓ કોઈ મોટો સંકેત આપી રહ્યા છે. ભાજપ, જેણે દેખીતી રીતે મહારાષ્ટ્રમાં સત્તા વહેંચણીને લઈને 2019માં શિવસેના સાથેના બ્રેક-અપ પછી તેના ભૂતપૂર્વ સાથી સાથે જોડાણના પ્રયાસો શરૂ કર્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. ફડણવીસે કહ્યું કે રાજકારણમાં કંઈ પણ શક્ય છે, ઉદ્ધવજીએ અમારા મનની વાત કરી છે એ સાંભળીને આનંદ થયો. ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છાઓ, આ સારી વાત છે.

CM ક્યારેક મજાક ઉડાવવાનું પસંદ કરે છે
કોંગ્રેસના નેતા નાના પટોલેએ તેમના સાથીની ટિપ્પણીઓને નકારી કાઢતા કહ્યું કે, મુખ્યમંત્રી ક્યારેક મજાક ઉડાવવાનું પસંદ કરે છે અને તેણે તે જ કર્યું છે. આ સરકાર તેની સંપૂર્ણ પાંચ વર્ષની મુદત ચલાવશે. મહારાષ્ટ્રમાં સરકાર સાથે કોઈ સમસ્યા નથી, પટોલેએ કહ્યું, તેમની તાજેતરમાં કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડવા અંગેની ટિપ્પણીઓથી મહારાષ્ટ્રના સેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનમાં થોડો ઘર્ષણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...