પર્યાવરણનું સંવર્ધન:પ્લાસ્ટિક પેકિંગનો નાશ કરવાની જવાબદારી ઉત્પાદક કંપનીની

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 200 કરોડ રૂપિયાની બચત સાથે પર્યાવરણનું સંવર્ધન

મુંબઈને સ્વચ્છ બનાવવા માટે અનેક ઉપાયયોજનાઓ કરનાર મહાપાલિકાએ હવે પ્લાસ્ટિક પેકિંગના નાશની જવાબદારી ખાદ્યપદાર્થ, વિવિધ પીણાં બનાવતી કંપનીઓ પર નાખવાનું ધોરણ તૈયાર કર્યું છે. એના માટે મુંબઈમાં વિવિધ માર્ગે નિર્માણ થતું પ્લાસ્ટિક અને વેસ્ટનો કચરો ઉત્પાદક કંપનીઓ, નાશની પદ્ધતિ, પ્રમાણનો અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશમાં પ્લાસ્ટિક કચરો, વેસ્ટના વિઘટન માટે ઉત્પાદક પાસે વ્યવસ્થા નહીં હોય તો મહાપાલિકાના કચરા નાશ પ્રકલ્પ માટે ભંડોળ પૂરું પાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવી માહિતી ઉપાયુક્ત સંગીતા હસનાળેએ આપી હતી. મુંબઈ મહાપાલિકાએ 2 ઓકટોબર 2017થી સોસાયટીઓ માટે કચરાનું વ્યવસ્થાપન કરવાનું ફરજિયાત કર્યું છે. એમાં 20 હજાર સ્કવેર મીટર કરતા મોટી હાઉસિંગ સોસાયટીઓ અને દરરોજ 100 કિલો કરતા વધુ કચરો નિર્માણ કરતી હાઉસિંગ સોસાયટીઓ તથા આસ્થાપનાઓ માટે ભીના કચરાના નાશની વ્યવસ્થા કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કચરો વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે કચરાનું વર્ગીકરણ, ભીના કચરામાંથી ખાતર નિર્મિતી, સૂકા કચરાનો નાશ, ફેંકવાના પાણીનો પુનર્ઉપયોગ અથવા વરસાદના પાણીનું સંચય કરવાની યોજના અમલમાં મૂકનાર હાઉસિંગ સોસાયટીઓ તથા આસ્થાપનાઓને કરમાં છૂટ આપવામાં આવે છે. તેથી કચરાનું રોજિંદુ પ્રમાણ સાતથી સાડા સાત હજાર મેટ્રિક ટન પરથી લગભગ સાડા પાંચ હજાર મેટ્રિક ટન સુધી ઓછું થયું છે. કચરો નિર્માણ કર્યો એટલે ફક્ત નાગરિકોને દંડ ન કરતા કચરાના નિર્માણના મૂળ સ્થાન એવી કંપનીઓએ પોતાના કચરાના નાશની જવાબદારી લેવી જોઈએ. રૂપિયા કચરામાં જવા કરતા કચરામાંથી રૂપિયા ઊભા થવા જોઈએ. પર્યાવરણ સંવર્ધન માટે વેસ્ટ ઈઝ ગોલ્ડ સંકલ્પના અમલમાં મૂકવી જોઈએ એમ હસનાળેએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...