તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટીલીયા કેસ:વાઝેની પુરાવાનો નાશ કરવા મનસુખની હત્યાની યોજના

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 17 ફેબ્રુ.એ વાઝે - મનસુખની મુલાકાતનું ફૂટેજ મળ્યું

અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સાથેની સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર સચિન વાઝેએ રચ્યું હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હિરન હતો. મનસુખે વાઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી. આ મામલાની તપાસ એનઆઇએને સોંપવામાં આવી તો વાઝેએ સત્ય બહાર આવવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી હતી અને 4 માર્ચની રાતે 8.30 વાગ્યે મનસુખને બોલાવ્યો હતો, જે પછી હત્યાને અંજામ આપ્યો હતો, એમ એનઆઈએનાં સૂત્રોએ જણાવ્યું હતું.

વિસ્ફોટક કેસ અને મનસુખ હિરનના મોતના મામલામાં કડી જોડનાર એક સીસીટીવી કેમેરાના ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. એમાં દેખાઈ રહ્યું છે કે 17 ફેબ્રુઆરીએ સચિન વાઝે અને મનસુખની મુલાકાત થઈ હતી. સીસીટીવી ફૂટેજ સીએસટીએમ રેલવે સ્ટેશનની બહારના છે. હવે તપાસ એજન્સીઓનું માનવું છે કે આ મુલાકાત દરમિયાન મનસુખે સ્કોર્પિયોની ચાવી વઝેને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ મનસુખે સ્કોર્પિયોની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ એ જ સ્કોર્પિયો હતી, જેમાં વિસ્ફોટક ભરીને મુકેશ અંબાણીના ઘરની સામે પાર્ક કરવામાં આવી હતી.

ગુરૂવારે જે સીસીટીવી કેમેરાના ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે એમાં દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની કાર સીએસટીએમ રેલવે સ્ટેશનની બહાર ઊભી છે. કારમાંથી મનસુખ હિરન ઊતરે છે. બીજા ફૂટેજમાં સચિન વાઝેની ઓડી દેખાઈ રહી છે, જે ટ્રાફિક સિગ્નલ પર ઊભી છે, જેમાં મનસુખ હિરન બેસી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો