તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્ય અકબંધ:મનસુખ હિરનને ઝેર અપાયું નહોતુંઃ ફોરેન્સિક અહેવાલ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ પ્રકરણનું રહસ્ય હજુ પણ અકબંધ છે

મનસુખ હિરન મૃત્યુ પ્રકરણનું રહસ્ય હજુ પણ અકબંધ છે. ફોરેન્સિકના અહેવાલમાં મનસુખ પર ઝેરનો ઉપયોગ કરાયો નહોતો એવું જણાયું છે. તેના શરીરનાંથી કોઈ પણ ઝેરી પદાર્થ મળ્યો નથી. આને કારણે મૃત્યુનું રહસ્ય હજુ પણ અકબંધ છે. નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમ (એનઆઈએ) પણ તેને લીધે ફરી એક વાર સંભ્રમમાં મુકાઈ છે.

આ પૂર્વે પોસ્ટમોર્ટમના અહેવાલમાં આંચકાજનક ખુલાસો થયો હતો. મનસુખનું મૃત્યુ પાણીમાં ડૂબીને થયું છે. તેના ફેફસામાં ખાડીનું પાણી મળી આવ્યું છે એવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. જોકે મૃત્યુ ચોક્કસ કઈ રીતે થયું તે હજુ સામે આવી શક્યું નથી.

મનસુખના ચહેરા પર ડાબી બાજુમાં 1 સેન્ટિમીટર બાય 1 સેન્ટિમીટર લાલ રંગનું નિશાન હતું. ચહેરા પર ડાબી બાજુ દોડ સેન્ટિમીટર બા. 1 સેન્ટિમીટરનું લાલ નિશાન હતું. જમણી આંખ નજીક જમણી બાજુમાં કાનની દિશામાં ઘેરા લાલ રંગનું નિશાન હોવાનું પોસ્ટમોર્ટમના અહેવાલમાં સ્પષ્ટ થયું છે. હિરાનના કુટુંબીઓએ આ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા.25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં પેડર રોડ પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી ઘર એન્ટિલિયા પાસે 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીના પત્ર સાથે સ્કોર્પિયો મળી આવી હતી.

આ કાર મનસુખની હતી. તેની પાસે એક ગ્રાહકે ઈન્ટીરિયર કરાવવા આપી હતી, પરંતુ પૂરા પૈસા નહીં આપતાં મનસુખે પોતાની પાસે રાખી હતી. આ પછી સૂત્રધાર એપીઆઈ વાઝેએ મનસુખ પાસેથી આ કાર લઈ લીધી હતી. મનસુખ રાઝ જાણતો હોવાથી 5 માર્ચે મુંબ્રા ખાતે ખાડીમાં તેને ફેંકી દેવાયો હતો, જે પછી ખાડી કિનારે તેની લાશ મળી હતી. તેનો ચહેરો મંકી કેપથી ઢાંકેલો હતો, મોઢામાં અનેક રૂમાલનો ડૂચો ભરવામાં આવ્યો હતો, જેને લીધે તેની હત્યા થયાનો નિષ્કર્ષ નીકળ્યો હતો.

યોજના પરથી પાણી ફરી વળ્યું
આરોપીઓએ ભરતીના સમયે મનસુખને બેભાન કરીને ખાડીમાં ફેંકી દીધો હતો. તે જીવિત રહે તો લાશ પાણીની અંદરથી વહી જશે એવો અંદાજ આરોપીઓએ લગાવ્યો હતો. જોકે મનસુખની લાશ મુંબ્રા નજીક કિનારે જ તણાઈને બહાર આવતાં આરોપીઓની યોજના પરથી પાણી ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...