તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપસ:સચીન વાઝે અને શર્માના કહેવાથી મનીષ - સતીશ દ્વારા હત્યા : NIA

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ કારમાં હત્યા થયાની શંકા - Divya Bhaskar
આ કારમાં હત્યા થયાની શંકા
  • શર્માના ઘરમાંથી એક પિસ્તોલ અને ઘણાં બધાં કારતૂસ પણ મળી આવ્યાં

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક અને ધમકીભર્યા પત્ર સાથેની કાર મળી આવ્યા બાદ રાઝદાર થાણેના વેપારી મનસુખ હિરનની હત્યા કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. સચિન વાઝે અને શર્માના કહેવાથી મનસુખની હત્યાકરી હોવાનો દાવો આ કેસમાં ધરપકડ કરાયેલા અન્યઆરોપી સતીષ અને મનીષ સોનીએ કર્યો છે.આથી વાઝેની તપાસમાં ગુરુવારે ધરપકડ કરાયેલા શર્મા, મલાડ પૂર્વના સતીશ તિરુપતિ મોઠકુરી ઉર્ફે તન્નીભાઈ ઉર્ફે વિકી બાબા (40) અને મલાડ પશ્ચિમના મનીષ વસંત સોની (46)ની મનસુખ હત્યા કેસમાં સક્રિય સંડોવણી બહાર આવી છે.

હત્યા પછી આ બંને વાઝે અને શર્માના સંપર્કમાં હતા. હત્યા માટે બંનેને રોકડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, એવો દાવો એનઆઈએના વકીલોએ ગુરુવારે વિશેષ કોર્ટમાં કર્યો હતો.આ સાથે બે દિવસ પૂર્વે ધરપકડ કરાયેલા સંતોષ શેલાર અને આનંદ જાધવ પણ હત્યામાં સામેલ હતા. મનસુખની હત્યા પછી બધા આરોપી શર્માના સંપર્કમાં હતા. તેમની પાસેથી મોટે પાયે રોકડ જપ્ત કરવામાં આવી છે. શર્મા નિવૃત્ત છે. આમ છતાં તેના ઘરમાંથી પિસ્તોલ અને ઘણાં બધાં કારતૂસ મળી આવ્યાં છે.

પિસ્તોલનું લાઈસન્સ ખતમ થઈ ગયું છે, એવી માહિતી પણ એનઆઈએ દ્વારા કોર્ટને આપવામાં આવી હતી.કોર્ટમાં ચોક્કસ શું થયું ? - શર્માનાં ઘરમાંથી મળેલી પિસ્તોલ અને કારતૂસ વિશે એનઆઈએએ કોર્ટને માહિતી આપી હતી. શર્માએ દલીલ કરી કે લાઈસન્સ છે, પરંતુ રિન્યુ કરી શક્યો નથી. એનઆઈએએ કહ્યું કે મનસુખની હત્યાનાદિવસે વાઝેએ તેને ફોન કરીને થાણે ઘોડબંદર રોડ પર બોલાવ્યો હતો. તે સમયે વાઝે સાથે સુનિલ માને હતો.

બંને સાથે મનસુખ વાહનમાં બેઠો અને તે પછી વાઝે અને માનેએ મનસુખને અન્ય આરોપીઓને સોંપી દીધા હતા. મનસુખને જે વાહનમાં બેસાડ્યો મનીષ ચલાવતો હતો. તે વાહનમાં સતીશ, સંતોષ શેલાર અને આનંદ જાધવ હતા, જેમણે વાઝે અને શર્માના કહેવાથી હત્યાને અંજામ આપ્યો હતો, એમ એનઆઈએએ કોર્ટને જણાવ્યું હતું.આ સાથે એનઆઈએ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલા સુનિલ માનેની પણ ફરીથી કસ્ટડી માગવામાં આવી છે, જેથી આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે.

શર્માએ શું દલીલો કરી
શર્માએ દલીલ કરીકે એનઆઈએએ અગાઉ તેનો જવાબ નોંધ્યો હતો. બેન્કની વિગતો, સીડીઆર કઢાવ્યો હતો. જોકે તેમાં કશું નિષ્પન્ન નહીં થતાં છોડી મૂક્યો હતો. 1997માં મેં પિસ્તોલ વેચાતી લીધી હતી. મનસુખની હત્યામાં સંડોવણી હોત તો હું થોભ્યો નહીં હોત. વાઝે અને મારો કોઈ સંબંધ નથી. જે ચાર જણ પકડ્યા છે તેમને હું ઓળખતો નથી. સંતોષ મારો જૂનો ખબરી છે, એમ કહીને શર્મા ભાવુક થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...