તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી 32મો રાજ્ય રસ્તા સુરક્ષા મહિનો ઝુંબેશ ચાલુ છે. અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા માટે અનેક ઉપાયયોજનાઓ કરવામાં આવે છે. એમાં વાહન ચલાવવાના લાયસંસ અને એના રિન્યૂઅલ સમયે મેડિકલ પ્રમાણપત્ર સંદર્ભે વધુ પારદર્શકતા રાખવી જરૂરી છે એમ પરિવહન મંત્રી એડવોકેટ અનિલ પરબે જણાવ્યું હતું. મંત્રાલયમાં પરબની અધ્યક્ષતા હેઠળ મેડિકલ પ્રમાણપત્ર સંદર્ભે કયાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશમાં અકસ્માત યાદીમાં મહારાષ્ટ્રનું નામ ન આવે એ માટે અકસ્માતોનું પ્રમાણ કેવી રીતે ઓછું કરી શકાય એ માટે જરૂરી ઉપાયયોજનાઓ કરવાની સૂચના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિવહન વિભાગને આ ઝુંબેશના ઉદઘાટન સમયે કરી હતી. વાહનચાલકોને લાયસંસ આપતા સમયે રજૂ કરવામાં આવતા મેડિકલ પ્રમાણપત્ર મેડિકલ વ્યસાયિકે જ આપી છે નહીં એની ખાતરી કરવી એવો નિર્દેશ તેમણે આપ્યો હતો.
આ સંદર્ભે પારદર્શકતા લાવવા માટે માહિતી તંત્રજ્ઞાન આધારિત વ્યવસ્થા નિર્માણ કરીને ઓનલાઈન પદ્ધતિથી યંત્રણા વિકસિત કરવી. એમાં મેડિકલ વ્યસાયિકે જ પ્રમાણપત્ર આપ્યું છે કે નહીં અને એણે તમામ ટેસ્ટ કરાવી છે કે નહીં એની માહિતી મેળવવામાં મદદ થશે એમ તેમણે જણાવ્યું હતું.
મેડિકલ રિપોર્ટ ઓનલાઇન કરવા
નોંધણીકૃત વ્યવસાયિકોને કેન્દ્રિય મોટર વાહન 1991 નિયમ 5ના પ્રયોજન માટે મેડિકલ પ્રમાણપત્ર જારી કરવા પ્રાધિકૃત કર્યા છે. એમાં નજરમાં ખામી, રતાંધળાપણું તેમ જ સાંભળવાની ક્ષમતા જેવી બાબતોમાં ક્ષમતા માટે ટેસ્ટ કરવામાં આવે છે. એના વિકલ્પ તરીકે એમબીબીએસ ડોકટરો, નોંધણીકૃત હોસ્પિટલોને પરવાનગી આપીને તે વ્યક્તિના ટેસ્ટનો અહેવાલ ઓનલાઈન પદ્ધતિથી કેવી રીતે કરી શકાય એ માટે પ્રયત્ન કરવા એવું સૂચન તેમણે કર્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.