તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Mandatory 80 Per Cent Oxygen Supply For Medical Use, Will Be Applicable Across The State Till June 30

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:મેડિકલ વપરાશ માટે 80 ટકા ઓક્સિજન પુરવઠો ફરજિયાત, 30 જૂન સુધી સમગ્ર રાજ્યમાં લાગુ રહેશે

મુંબઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

રાજ્યમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા ધ્યાનમાં રાખતા મેડિકલ વપરાશ માટે ઓક્સિજનનો પુરવઠો 80 ટકા અને ઔદ્યોગિક વપરાશ માટે 20 ટકા કરવાનો નિર્દેશ આરોગ્ય વિભાગે રાજ્યના ઉત્પાદકોને આપ્યો છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગે અધિસૂચના કાઢી છે જે 30 જૂન સુધી સમગ્ર રાજ્યમાં લાગુ રહેશે.

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં થતો વધારો જોતા મેડિકલ કારણોસર ઓક્સિજનનું ઉત્પાદન અનેક ગણું વધારવાનો નિર્દેશ ઉત્પાદકોને આપવામાં આવ્યો છે. ઓક્સિજની પુરવઠો સરળતાથી થતો રહે એ માટે રાજ્યના ઓક્સિજન ઉત્પાદન કેન્દ્રના માધ્યમથી થતા ઓક્સિજનના પુરવઠા પર નિયંત્રણ રાખવામાં આવશે.

રાજ્યમાં ઓક્સિજનની વધતી જરૂરિયાત ધ્યાનમાં રાખતા તાવરોગ નિયંત્રણ કાયદો, આપત્તિ વ્યવસ્થાપન કાયદો અને મહારાષ્ટ્ર અત્યાવશ્યક સેવા અધિનિયમ અનુસાર આરોગ્ય વિભાગે રાજ્યમાં ઉત્પાદન થતા કુલ ઓક્સિજનમાંથી 80 ટકા મેડિકલ વપરાશ માટે અને બાકીનો 20 ટકા ઔદ્યોગિક વપરાશ માટે પુરવઠો કરવાનો નિર્દેશ આપ્યો છે. હોસ્પિટલો માટે જરૂરી ઓક્સિજન પુરવઠાને અગ્રતા આપવાની છે. મેડિકલ ક્ષેત્રને 80 ટકા કરતા વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડે તો એને પુરવઠો કરવો એવો નિર્દેશ પણ અધિસૂચનામાં આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો