તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ફક્ત 16% ગણેશોત્સવ મંડળોને મંડપની મંજૂરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણપતિની મૂર્તિની માગ આ વર્ષે ઓછી

આ વર્ષે પણ સાર્વજનિક ગણેશોત્સવ કોરોનાની પાર્શ્વભૂમિ પર શાંતીથી અને સાદાઈતી ઉજવાશે. મુંબઈ મહાપાલિકાએ ફક્ત 16 ટકા ગણેશોત્સવ મંડળોને સાર્વજનિક ઠેકાણે મંડપ ઊભો કરવાની પરવાનગી આપી છે. કુલ 1273 મંડળોએ મંડપ ઊભો કરવા માટે પરવાનગી માગી હતી જેમાંથી ફક્ત 519ને પરવાનગી આપવામાં આવી છે. કોરોના પહેલાંના સમયમાં આવી પરવાનગી માગતા મંડળોની સંખ્યા 3000 જેટલી હતી. સતત બીજા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ પર કોરોનાનું સંકટ હોવાનું સ્પષ્ટ દેખાય છે.

ગણપતિની મૂર્તિની માગ આ વર્ષે પણ ઓછી હોવાથી લોકોમાં ખરીદીનો ઉત્સાહ ઓછો છે. મૂર્તિકારો પાસે આ વર્ષે મૂર્તિઓ ઘડવાનું કામ ખૂબ ઓછું છે. મંડપ ઊભો કરવા પર જ મર્યાદા હોવાની આ અસર છે. ગણેશોત્સવ બાબતે અનિશ્ચિતતાનું વાતાવરણ હોવાથી મૂર્તિનો ઓર્ડર આપવો કે નહીં એ દ્વિધામાં મંડળો છે. અણીના ટાંકણે મહાપાલિકાની પરવાનગી મળશે કે, ગણેશોત્સવના દિવસોમાં કોરોનાની પરિસ્થિતિ શું હશે, જેવા અનેક સવાલ કાર્યકર્તાઓને હોવાથી મૂર્તિના ઓર્ડર નોંધાવતા નથી. કોરોના પહેલાંના સમયમાં મૂર્તિકારોને શ્વાસ લેવાની ફૂરસદ મળતી નહોતી.

છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ પલટાઈ છે. કેટલીક એનજીઓઓ કોરોના બાબતે ધોરણોનું પાલન કરીને ગણેશોત્સવ કેવી રીતે ઉજવી શકાય એની ઉપાયયોજના કરવાની શરૂઆત કરી છે. એના માટે ઘેરઘેર ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ પહોંચાડવી અને એ જ મૂર્તિનું વિસર્જન ઘરમાં કેવી રીતે કરી શકાય એની માહિતી આપવાનું કામ આ સંસ્થાઓ કરે છે. મૂર્તિઓની હોમ ડીલીવરી અને ઘરમાં જ વિસર્જન કરવાને લીધે નાગરિકોએ ઘરની બહાર નીકળવું નહીં પડે અને ગિરદી ટાળી શકાશે એ માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે.

લાલબાગના રાજા, ગણેશ ગલ્લી જેવા મોટા અને અન્ય નાના મંડળો માટે મુંબઈ મહાપાલિકાએ સખત બંધીઓ પાળીને જ ગણેશોત્સવ ઉજવવાનો આદેશ આપ્યો છે. એમાં સાર્વજનિક મંડળોમાં ગણપતિની મૂર્તિની ઉંચાઈ વધુમાં વધુ 4 ફૂટ અને ઘરગથ્થુ ગણપતિ માટે 2 ફૂટ હોવી જોઈએ એમ જણાવવામાં આવ્યું છે. મંડળોએ મૂર્તિના ઓનલાઈન દર્શન ઉપલબ્ધ કરી આપવા અને ગિરદી ટાળવી એવી સૂચના કરવામાં આવી છે. મંડપમાં એક સાથે વધુમાં વધુ 5 કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી છે.

વિરોધ પક્ષોએ ટીકા કરી
મુંબઈ મહાપાલિકાના આ નિર્ણયો પર વિરોધી પક્ષોએ ટીકા કરી છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા સમયે જે ગરબડ થઈ એવી જ ગરબડ મુંબઈમાં ચાલુ હોવાની ટીકા ભાજપ વિધાનસભ્ય નીતેશ રાણેએ કરી છે. મંડળોમાં નિયમો બાબતે સખત અસંમજસ હોવાનું તેમણે જણાવ્યું છે. પ્રતિબંધો જરૂરી છે છતાં ઉત્સવ ઉજવો નહીં એવી ભૂમિકા લેવી ખોટું છે એવી ટીકા ભાજપના વિધાનસભ્ય રામ કદમે કરી છે.

અન્ય સમાચારો પણ છે...