તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બોગસ ID થકી મેનેજમેન્ટ ક્લાસ ચલાવનાર ઝડપાયો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વિદ્યાર્થિનીના પિતા સાથ 9 લાખની છેતરપિંડી

મેનેજમેન્ટ ક્લાસીસમાં પ્રવેશ આપવાને નામે છેતરપિંડી કરનારા પ્રશિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના ઉત્તર વિભાગ સાઈબર સેલે તેને હાથકડી પહેરાવી છે. આરોપી શિક્ષક એક કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ અને કરિયર ગાઈડન્સ વિષય પર ટ્રેનિંગ આપતો હતો.

મેનેજમેન્ટ ક્લાસીસમાં પ્રવેશ આપવાને નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રશિક્ષક સુશીલ પારસનાથ મિશ્રા પર આરોપ છે. તેણે બનાવટી ઈમેઈલ આઈડી બનાવીને એડમિશન આપવાના દાવા કર્યા હતા. આ સાથે બનાવટી ઝૂમ આઈડી લઈનેતે ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવતો હતો.

બોરીવલીના એક વરિષ્ઠ નાગરિકે પોતાની દીકરી માટે એમએમએસ (માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ)માં પ્રવેશ માટે મિશ્રાને રૂ. 9 લાખ આપ્યા હતા. તેણે બનાવટી ઝૂમઆઈડી બનાવીને વિદ્યાર્થિનીના ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું અને એક અઠવાડિયામાં ક્લાસ બંધ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...