આક્ષેપ:મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ, પુરાવા જાહેર કરીશઃ ફડણવીસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફડણવીસે કહ્યું મલિકે લવંગિયા ફોડ્યા છે, હું દિવાળી પછી બોમ્બ ફોડીશ

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડ્રગ્ઝની રમતના માસ્ટર માઈન્ડ છે. પડદા પાછળથી તે જ બધું કરાવી રહ્યા છે અને તેમનો ડ્રગ્ઝ પેડલરો સાથે સંબંધ છે એવો આરોપ રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકે કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે એનો પ્રત્યુતર આપ્યો હતો. નવાબ મલિકે દિવાળીના દિવસોમાં લવંગી ફટાકડો ફોડ્યો છે અને હું દિવાળી પછી બોમ્બ ફોડીશ. નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે કેવા સંબંધ છે એના પુરાવા જાહેર કરીશ એમ ફડણવીસે જણાવ્યું હતું.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ યોજીને મલિકના આરોપોનો જવાબ આપ્યો હતો. નવાબ મલિકે કરેલા આરોપ હાસ્યાસ્પદ છે એમ જણાવતા ફડણવીસે મલિક પર આરોપ કર્યા હતા. નવાબ મલિકના સંબંધ અંડરવર્લ્ડ સાથે છે.

તેથી તેમણે મારી વિશે અને ડ્રગ્ઝ સંબંધે કંઈ જણાવવું નહીં. મલિકના અંડરવર્લ્ડ સાથે કેવા સંબંધ છે એ બાબતના તમામ પુરાવાઓ હું પ્રસારમાધ્યમો સમક્ષ રજૂ કરવાનો જ છું પણ એ સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પાસે પણ હું આ બધા પુરાવાઓ આપવાનો છું. આ પુરાવાઓ એવા હશે કે તેમણે તપાસ કરવી પડશે. તેથી દિવાળી પૂરી થવા સુધી રાહ જુઓ. તેમણે શરૂઆત કરી છે તો અંત મારે જ કરવો પડશે. હું કાચના ઘરમાં રહેતો માણસ નથી એ મલિકે ધ્યાનમાં રાખવું એમ ફડણવીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...