તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઝાડનાં થડ પર ગેરૂ - ચૂનાનો લેપથી મલેશિયા પ્રભાવિત

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મલેશિયાના સુલતાને મહાપાલિકાના ઉદ્યાન વિભાગના કામોની નોંધ લીધી

મુંબઈ મહાપાલિકા ક્ષેત્રના 700 ઉદ્યાનો સહિત મહાપાલિકાના અકત્યાર હેઠળના લાખો વૃક્ષોની યોગ્ય સંભાળ લેતા ઉદ્યાન વિભાગના કામની એક નોખી નોંધ તાજેતરમાં મલેશિયાના કેદાહ રાજ્યના રાજા સુલતાન સાલેહઉદ્દિન ઈબની અલમરહુમ સુલતાન બાદશાહે લીધી છે. તેમણે થોડા સમય પહેલાં મુંબઈની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને મુંબઈના સાર્વજનિક પરિસરના વૃક્ષોના થડને સફેદ અને ભૂખરા રંગનું વિશિષ્ટ લિંપણ કરેલું દેખાયું હતું. એ પાછળ ચોક્કસ શાસ્ત્રીય કારણ હશે એવો અંદાજ લઈને તેમણે મલેશિયા પાછા ગયા બાદ મલેશિયાના વાણિજ્ય દૂતને એની પાછ‌ળના કારણ જાણવાનો નિર્દેશ આપ્યો હતો.

એ અનુસાર મલેશિયાના મુંબઈ સ્થિત વાણિજ્ય દૂત જૈનલ અજલાન મોહમ્મદ નાદજિરે તાજેતરમાં ભાયખલાના રાણીબાગમાંના મહાપાલિકાના ઉદ્યાનની મુલાકાત લઈને થડને રંગ કરવાના કારણ, પદ્ધતિ અને પ્રક્રિયા જાણી હતી. તેમ જ મુંબઈના પગલે મલેશિયાના ઝાડોને પણ ગેરુ અને ચૂનાનું લિંપણ કરવામાં આવશે એમ ચર્ચામાં નોંધ્યું હતું. વૃક્ષોના થડને રંગવામાં આવેલ સફેદ અને ભૂખરો રંગ અનુક્રમે ચૂનો અને ગેરુનો હોય છે.

એના લીધે ફૂગ અને કીડીઓથી વૃક્ષોનું રક્ષણ થાય છે ઉદ્યાન અધિક્ષક જિતેન્દ્ર પરદેશીએ તેમને જણાવ્યું હતું. આ મુલાકાતમાં મલેશિયાના ઉદ્યાનોની માહિતી આપતું પુસ્તક ઉદ્યાન વિભાગને આપ્યું તો વિભાગ દ્વારા તેમને ફાયકસ પ્રકારનું બોનસાઈ નાદજિરને ભેંટ આપવામાં આવ્યું હતું.

ચૂના અને ગેરુનો રંગ શા માટે?
ગેરુમાં એસિડિક ગુણધર્મ અને ચૂનામાં અલ્કલાઈન ગુણધર્મ હોય છે. આ બંનેને યોગ્ય રીતે ચોપડવાથી વૃક્ષ અને થડનું ફૂગથી રક્ષણ થાય છે. જે ભાગમાં વધારે વરસાદ પડે છે એવા ઠેકાણે વૃક્ષોને ફૂગ લાગવાની શક્યતા વધુ હોય છે. તેથી મુંબઈ જેવા વધુ વરસાદવાળા શહેરમાં આમ કરવામાં આવે છે. ગેરુને વૃક્ષના થડની નીચેની બાજુએ અને એની ઉપર ચૂનો ચોપડવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે ફૂગ થડની નીચેની બાજુએથી લાગીને ઉપરના ભાગમાં ફેલાય છે. ઉપરાંત ઉધઈથી પણ રક્ષણ મળે છે. થડને સ્ટેમ બોરર કીડા લાગે તો થડ પોલું થઈને પડી જવાની શક્યતા રહે છે. ગેરુ અને ચૂનાને કારણે આ કીડાથી પણ રક્ષણ મળે છે. ઊનાળામાં તાપથી ઝાડની છાલનું રક્ષણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો