તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Malaria, Dengue Patients On The Rise, All ICU Wards Are Full, Forced Patients To Sleep On The Ground

વકરતો મચ્છર જન્ય રોગચાળો:મલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ વધતાં બધાં આઈસીયુ વોર્ડ ફુલ થઈ ગયા, મજબૂર દર્દીઓને જમીન પર સૂવાનો વારો આવ્યો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ આવ્યા પછી છેલ્લા થોડા દિવસમાં નવા કેસ વધવા લાગ્યા છે ત્યારે બીજી બાજુ વરસાદ જન્ય મલેરિયા અને ડેન્ગ્યુના કેસ પણ ચિંતાજનક રીતે વધી ગયા છે. આને કારણે મહાપાલિકાની હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ ફુલ થઈ ગયા છે, જેને લીધે દર્દીઓને જમીન પર સુવડાવવાનો વારો આવ્યો છે.16 ઓગસ્ટ પછી કોરોનાના દર્દીઓમાં ફરીથી વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે, જેને લીધે ખાસ કરીને મહાપાલિકાની હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ ફુલ થઈ ગયા છે.

દર્દીઓને ભરતી કરવા માટે જગ્યા બચી નથી. આથી જમીન પર બેડ નાખીને તેમની પર ઉપચાર કરવામાં આવી રહ્યો છે.મુંબઈમાં ઓગસ્ટ મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. અલપઝલપ વરસાદ, ઠંડી, ગરમી, વાદળિયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એકદાર્યા બદલાવ લીધે ચેપી બીમારીઓ માટે પોષક નીવડી રહ્યા છે. આથી મહાપાલિકા દ્વારા વારંવાર મુંબઈગરાને સતર્ક રહેવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.ઓગસ્ટમાં મલેરિયા, ડેન્ગ્યુ વધ્યો : ઓગસ્ટમાં મલેરિયાના 790 દર્દી અને ડેન્ગ્યુના 132 દર્દી નોંધાયા હતા.

જાન્યુઆરીથી ઓગસ્ટ મલેરિયાના 3338 દર્દી નોંધાયા હતા. આ આઠ મહિનામાં ગેસ્ટ્રોના 1848 દર્દી, લેપ્ટોસ્પાયરોસિસના 133 દર્દી, ડેન્ગ્યુના 209, કમળાના 165, સ્વાઈન ફ્લૂના 45 દર્દી નોંધાયા છે. બી વોર્ડમાં ડોંગરી, એફ સાઉથમાં પરેલ, એચ વેસ્ટમાં બાંદરા પશ્ચિમ વિસ્તાર આસપાસ ડેન્ગ્યુના સૌથી વધુ દર્દી નોંધાયા છે. જંતુનાશક વિભાગે આ સમયગાળામાં 13,15,373 ઘર, સોસાયટીઓ, ઔદ્યોગિક ક્ષેત્રોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાંથી 11,492 મચ્છરોના ઉદભવસ્થાનનો નાશ કરવામાં આવ્યો છે.

મેયર કિશોરી પેડણેકર દ્વારા શહેરના કેટલાક ભાગોમાં બાંધકામ ચાલી રહ્યું ચે ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું અને યોગ્ય સાવચેતીઓ રાખવા માટે નિર્દેશ આપ્યા હતા. મુંબઈમાં ઈમારતોનાં કામો મોટે પાયે ચાલતાં હોવાથી આવી જગ્યાઓમાં પાણી જમા થઈને મચ્છરો ઉદભવે છે. આથી આવી જગ્યાઓમાં પાણી જમા નહીં રહે તેનું ધ્યાન રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

મલેરિયાના અને ડેન્ગ્યુનાં લક્ષણો
જો કોઈને 2-3 દિવસ સુધી તાવ રહે, ઠંડી, માથાં દુખાવો થાય તે તે મલેરિયા કે ડેન્ગ્યુનાં લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોનું વધુ ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં જો ઊલટીઓ અને જુવાબ, આંખો પીળી થવી, કમળો જેવાં લક્ષણો દેખાય તો પેટના વિકારના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વળી, કોવિડનાં પણ આ લક્ષણો હોવાથી અચૂક ઉપચાર કરવાનું ડોક્ટરો માટે પડકારજનક નીવડી રહ્યું છે. આથી આવાં લક્ષણો હોય તેમને મલેરિયા, ડેન્ગ્યુ સાથે કોરોનાની તપાસ કરવા માટે સૂચવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...