તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:મલબાર હિલમાં મુંબઈનો પ્રથમ ટ્રીટોપ વોકવે બનશે

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 900 મીટર લાંબો આ વોકવે 2021ના અંત સુધી ધમધમતો થશે

મહાપાલિકા દ્વારા દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ ખાતે ઝાડીઓ વચ્ચેથી પસાર થનારો એલીવેટેડ વોકવે બાંધવા માટે પ્લાન મંજૂર કર્યો છે. મુંબઈમાં અનેક સ્કાયવોક છે, પરંતુ મલબાર હિલમાં વોકવે મુંબઈમાં પ્રથમ હશે. આ વોકવેક 900 મીટર લાંબો હશે. તેની પહોળાઈ 1.5 મીટરની હશે. તે તૈયાર થતાં ઝાડીઓ વચ્ચેથી ચાલવાની મજા મળશે. ઉપરાંત સમુદ્રનો નજારો પણ જોઈ શકાશે.

આ પ્રોજેક્ટ 2021ના અંત સુધી પૂરો કરવાનું લક્ષ્ય છે. મુંબઈમાં સ્કાયવોક અનેક છે, પરંતુ એલીવેટેડ વોકવેક નથી. આથી મુંબઈમાં આ પ્રકારનો પ્રથમ વોકવે હશે. ઝાડીઓ વચ્ચે અને સમુદ્રના સુંદર નજારા સાથે વોકરો, જોગરો અને પર્યટકો માટે માર્ગ ટૂંક સમયમાં સાકાર થશે, એમ પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. વ્યુઈંગ ડેક 5 મીટર પહોળો હશે. તળિયું પારદર્શક હશે.

આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ નિર્ધારિતછે. મલબાર હિલ વિસ્તારમાં જ રહેતા રાહુલ કાદરી આ પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ છે. ખાસ કરીને આ પ્રોજેક્ટનું નિયોજન કરાયું ત્યારથી નેપિયન સી રોડના રહેવાસીઓ મહાપાલિકાના અધિકારીઓ સાથે તેમાં સક્રિય રીતે સહભાગી થયા છે. મહાપાલિકાના અધિકારીઓ વિવિધ તબક્કાની દેખરેખ રાખશે.

ઓગસ્ટના અંત સુધી વર્ક ઓર્ડર
મહાપાલિકા દ્વારા હાલમાં ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ પર કામ ચાલી રહ્યું છે. આ અહેવાલ તૈયાર થયા પછી ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે વર્ક –ઓર્ડર ઓગસ્ટના અંત સુધી આપવામાં આવશે. વોકવેનું સ્ટીલ બોડી રહેશે, જે માટે ફેબ્રિકેશન વર્ક કરાશે. ઓક્ટોબર સુધી વોકવે ગોઠવણી અને નિર્માણ શરૂ થાય એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સિંગાપોરમાં મેકરિચી રિઝર્વોયર ખાતે ટ્રીટોપ વોક છે. તે સસ્પેન્શન બ્રિજ પર મુક્ત રીતે ઊભો છે. તે જમીનથી 25 મીટર ઉપર છે. પર્યટકોમાં તેનું ભારે આકર્ષણ છે. તેના જેવો જ મલબાર હિલનો વોકવે હશે.

અન્ય સમાચારો પણ છે...