કોરોનાને કારણે બે વર્ષથી બંધ વિશેષ બાળકોની સ્કૂલો 1 માર્ચથી શરૂ થઈ છે. અત્યારે આ સ્કૂલોને વિદ્યાર્થીઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તેમનું શૈક્ષણિક નુકસાનની ભરપાઈ અને આર્થિક પડકારોનો સામનો સ્કૂલોએ કરવો પડી રહ્યો છે. વિશેષ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પર આધારિત શિક્ષણ ન આપતા વધુમાં વધુ પ્રેકટિકલ શિક્ષણ આપવું જરૂરી હોય છે. લોકડાઉનમાં સ્કૂલો બંધ હોવાથી શિક્ષકોએ ઓનલાઈન ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી દોઢ વર્ષે સ્કૂલમાં પાછા આવેલા વિદ્યાર્થીઓ થોડા પ્રમાણમાં શૈક્ષણિક દષ્ટિએ પાછળ છે.
તેમના વર્તનમાં પણ સમસ્યા ઊભી થઈ છએ. શારીરિક હિલચાલ મર્યાદિત થઈ છે. તેથી શિક્ષકોએ વધુ મહેનત કરવી પડે છે. સ્કૂલો બંધ હતી ત્યારે અનેક વાલીઓ સંતાનને લઈને ગામ ગયા હતા. તેમણે મુંબઈનું પોતાનું ઘર છોડી દીધું છે. હવે શૈક્ષણિક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે એક મહિના માટે મુંબઈ પાછા ફરવું શક્ય ન હોવાથી અનેક વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે.
વાલીઓનું કાઉન્સેલિંગ કરીને બીજા વિદ્યાર્થીઓને સ્કૂલમમાં પાછા લાવવાના પ્રયત્ન ચાલુ છે. માર્ચ 2020માં અમારા વિદ્યાર્થીઓ જેવા ઘરે પાછા ગયા હતા એ સ્થિતિમાં હવે તે રહ્યા નથી. તેમના વર્તનમાં સમસ્યા, ચંચળતા દેખાય છે એમ આ સ્કૂલોમાં ભણાવતા શિક્ષકોનું જણાવવું છે. વિશેષ વિદ્યાર્થીઓને સ્કૂલમાં લાવવા અને પાછા ઘરે છોડવા માટે સ્કૂલ અને વાલીઓ વાહનની સગવડ કરે છે. લોકડાઉનના સમયમાં સ્કૂલો બંધ હોવાથી વાહનચાલકોનો વ્યવસાય ઠપ્પ થયો.
કેટલીક સ્કૂલો માટે આર્થિક પડકારો
લોકડાઉનમાં વિશેષ સ્કૂલોને વેતન અનુદાન મળ્યું છે છતાં કેટલીક સ્કૂલોને વેતન સિવાયના બીજા અનુદાન મળ્યા નથી. એમાં કંપનીઓનું સામાજિક જવાબદારી ભંડોળ કોરોના તરફ વળ્યું હોવાથી એ મેળવવામાં સ્કૂલોને મર્યાદા આવી રહી છે. સ્કૂલ બંધ હતી ત્યારે સ્કૂલોમાં સુવિધાઓનો ખર્ચ ઓછો થયો પણ બીજી બાજુ ઓનલાઈન શિક્ષણના પ્રકરણો માટે ખર્ચ કરવો પડ્યો. હવે વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલમાં આવતા હોવાથી ખર્ચ વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.