મુશ્કેલી:મેલ-એક્સપ્રેસના પ્રવાસીઓને લોકલમાં પાબંધીથી હેરાનગતિ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્ટેશન કે ટર્મિનસમા કુટુંબ અને સામાન સાથે પ્રવાસ કરવામાં મુશ્કેલી

મધ્ય રેલવેમાં રેલવે ટર્મિનસ, સ્ટેશન પહોંચવા માટે મેલ-એક્સપ્રેસના પ્રવાસીઓની સખત હેરાનગતિ થઈ રહી છે. સ્ટેશન કે ટર્મિનસમાં ઉતર્યા પછી આગળના પ્રવાસ માટે લોકલમાં પ્રવાસની પરવાનગી નથી. મધ્ય રેલવેમાં સરકારી નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી કુટુંબ અને સામાન સાથે પ્રવાસ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એનાથી વિપરીત પશ્ચિમ રેલવેમાં બહારગામના પ્રવાસીઓને ક્યારની પરવાનગી આપવામાં આવી છે. જૂન 2021માં લાગુ કરવામાં આવેલી સરકારની નવી નિયમાવલી અનુસાર અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ લોકલમાં પ્રવાસની પરવાનગી આપવામાં આવી છે. તેથી મેલ-એક્સપ્રેસથી મુંબઈ પહોંચીને કોઈ સ્ટેશનમાં ઉતર્યા પછી આગળના પ્રવાસ માટે લોકલમાં પ્રવાસની પરવાનગી નિયમાનુસાર નકારવામાં આવી.

પશ્ચિમ રેલવેમાં પરવાનગી
પશ્ચિમ રેલવેમાં પણ લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓન લોકલમાં પ્રવાસ કરવાની મનાઈ હતી. જોકે તેમને હવે આ સવલત આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ મેલ-એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. મેલ-એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ દેખાડતા લોકલની ટિકિટ કઢાવી શકાય છે. આ સંદર્ભે મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે આ પરવાનગી આપવામાં આવી છે એમ જણાવ્યું હતું.

ટેસ્ટ કરાવવી જરૂરી
મેલ-એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતર્યા પછી અનેક પ્રવાસીઓની ટર્મિનસ પર ટેસ્ટ કરવામાં આવે છે. તાપમાનની તપાસ કે શંકાસ્પદ કેસમાં એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવે છે. ટર્મિનસના બદલે સ્ટેશનમાં ઉતર્યા પછી પણ ટેસ્ટ કરાવવાની હોય છે. બહારગામના પ્રવાસીઓની કોરોના ટેસ્ટ કરવાનો નિયમ છે.

અન્ય સમાચારો પણ છે...