ધરપકડ:ડઝનથી વધુ ઘરોમાં ચોરી કરનારી નોકરાણી પકડાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ બાદ આખરે ઉત્તર પ્રદેશથી મળી આવી

થાણે જિલ્લાના ઉલ્હાસનગરના એક ઘરમાં નોકરી મળ્યા પછી થોડા જ દિવસમાં ઘરમાંથી 910 ગ્રામ દાગીના ચોરીને ભાગી ગયેલા ઘરનોકરાણીને પોલીસે ઠેકઠેકાણે શોધ્યા પછી આખરે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી ઝડપી લીધી છે. આરોપીને નર્મદા ઉર્ફે આશા શોએબ ખાન (35) તરીકે ઓળખી કાઢવામાં આવી છે. ગુરુવારે તેની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી ચોરીના માલમાંથી 247.840 ગ્રામ સોનું હસ્તગત કરાયું છે.

થોડા જ દિવસ પૂર્વે મહિલાએ ઉલ્હાસનગરના પરિવારનો સંપર્ક કર્યો હતો અને ઘરનોકરાણી તરીકે રાખવા માટે વારંવાર વિનંતી કરી હતી. નોકરી મળ્યાના થોડા જ દિવસમાં પરિવારના સભ્યો બહાર હતા અને ઘરમાં એકલી હતી ત્યારે નર્મદા ઘરમાંથી 910 ગ્રામ દાગીના લઈને ભાગી ગઈ હતી, એમ ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પીઆઈ અનિલ માંગલેએ જણાવ્યું હતું.

આ અંગે ફરિયાદ નોંધાયા પછી અમે શોધખોળ શરૂ કરી હતી. જોકે નર્મદા વારંવાર સ્થળ બદલતી હોવાથી તેને પકડવાનું મુશ્કેલ બન્યું હતું. તેને પકડવા માટે ઉત્તર પ્રદેશ, અમદાવાદ, નાશિક અને મુંબઈમાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવી હતી. આખરે અમને માહિતી મળી કે તે બુલંદશહેરમાં છુપાયેલી છે, જ્યાંથી તેને ઝડપી લેવાઈ છે. નર્મદાએ કબૂલ કર્યું કે તેણે આ રીતે જ ડઝનભર ઘરોમાં ચોરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...