ક્રાઇમ:મહેશ માંજરેકરને 35 કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેશ માંજરેકરને 35 કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી

અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરને ગેન્ગસ્ટર અબુ સાલેમ ઉર્ફે કેપ્ટનને નામે ૩૫ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી આપનારા આરોપીને એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા આખરે રત્નાગિરિથી ઝડપી લેવાયો છે.

આરોપી મિલિંદ બાળકૃષ્ણ તુલસનકર (34) દિવા પૂર્વમાં મુંબ્રાદેવી કોલોની રોડ ખાતે રહે છે. માંજરેકરને 23 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી વારંવાર ધમકીના ફોન કોલ્સ આવતા હતા. તેમણે આ અંગે 24 ઓગસ્ટે દાદર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ પછી એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા હાથમાં લેવામાં આવી હતી.બે ટીમોએ સઘન તપાસ કરીને આરોપીને રત્નાગિરિથી ઝડપી લીધો છે. 34 વર્ષનો આરોપી મૂળ રત્નાગિરિના ખેડ સ્થિત સાખરોલીનો છે અને મુંબઈમાં દિવા ખાતે રહે છે. તેણે યુટ્યુબ પર સાલેમના અલગ અલગ વિડિયો જોઈને તેની મોડસ ઓપરેન્ડી વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી. આ પછી માયનેતા.કોમ પરથી માંજરેકરનો મોબાઈલ ફોન નંબર મેળવ્યો હતો. આ પછી હવાલા મારફત રૂ. 35 લાખની ખંડણી આપવાની ધાકધમકી આપતો હતો.

આરોપી પાસેથી મોબાઈલ ફોન અને બે સિમકાર્ડ હસ્તગત કરાયા છે. તેને ખરેખર સાલેમ સાથે સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...