નિર્ણય:મહેશ માંજરેકરે ગોડસે ફિલ્મ બનાવવાની ઘોષણા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મમાં તેમનું શું યોગદાન છે એવો પ્રશ્ન આવ્હાડે કર્યો

અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરે 2 ઓકટોબર ગાંધી જયંતિના દિવસે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. માંજરેકરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે પર ફિલ્મ બનાવતા હોવાનું જાહેર કર્યું છે. મહાત્મા ગાંધીની 152મી જયંતિ નિમિત્તે માંજરેકરે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર મૂક્યું હતું. આ નવી ફિલ્મની ઘોષણા પછી એ વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ રહી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ મહેશ માંજરેકરની નવી ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. આવ્હાડે ટ્વિટ કરીને મહેશ માંજરેકર કોણ છે? ભારતીય ફિલ્મજગતમાં એનું યોગદાન શું છે? એવો સવાલ કર્યો છે. તેમ જ લોકોનું ધ્યાન ખેંચવા માટે કરવામાં આવેલ આ એક નાટક છે એવો આરોપ તેમણે કર્યો હતો. ફિલ્મનું ટીઝર રજૂ કરવા સાથે માંજરેકરે જણાવ્યું કે જન્મદિવસની સૌથી ઘાતક શુભેચ્છાઓ. આ પહેલાં કોઈએ જણાવવાની હિંમત કરી નથી એવી કથાના સાક્ષી બનવા સજ્જ થાવ. નથુરામ ગોડસેની વાત હંમેશા મારા હ્રદય નજીક રહી છે.

આવી ફિલ્મને ટેકો આપવા ઘણી હિંમત જોઈએ. મેં હમેશાં મુશ્કેલ વિષયો અને વાત જણાવતા કોઈ પણ તડજોડ ન કરવી એ બાબત પર વિશ્વાસ રાખ્યો છે. મહાત્મા ગાંધીના હત્યારા સિવાય ગોડસેની બીજી કોઈ વાત લોકોને ખબર નથી. આ વાત જણાવતા અમને કોઈનો પક્ષ લેવો નથી કે વિરોધમાં બોલવું નથી. કોની ભૂલ અને કોણ યોગ્ય છે એનો નિર્ણય અમે દર્શકો પર છોડવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...