સખત કાર્યવાહી:વીજ ચોરો વિરુદ્ધ મહાવિતરણ દ્વારા જોરદાર કાર્યવાહી કરાઈ, આઠ દિવસમાં વીજ તાર પર જોડેલા 51 હજાર જેટલા આંકડા કાઢ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વધેલી ગરમીના કારણે વીજની રેકોર્ડબ્રેક માગ નોંધાઈ છે. તેથી વીજ તાર, ટ્રાન્સફોર્મર સહિત વીજ યંત્રણા પર ભાર વધ્યો છે. આ ભાર ઓછો કરવા માટે મહાવિતરણે વીજ ચોરો વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ કરી છે અને એક અઠવાડિયામાં લો વોલ્ટેજ વીજ તાર પરથી 51 હજાર 597 આંકડાઓ કાઢ્યા છે. તેથી સંપૂર્ણ વીજ યંત્રણા પરથી 192 મેગાવોટ ભાર ઓછો થયો છે.

મહાવિતરણ રાજ્યના ખૂણેખાંચરે વીજ વિતરણ કરે છે અને એના વીજ તારનું જાળું મોટું છે. તેથી અનેક ઠેકાણે લો વોલ્ટેજ વીજ તાર પર આંકડો નાખીને વીજ ચોરી કરવામાં આવે છે. આ ગેરકાયદે આંકડાઓને કારણે વીજ તાર અને ટ્રાન્સફોર્મર પર અતિરિક્ત ભાર પડતા ટેકનિકલ ખરાબી નિર્માણ થાય છે. તેમ જ અત્યારે રાજ્યમાં કોલસાની અછતના કારણે મહાવિતરણે વધુ દરથી વીજળી ખરીદવી પડે છે.

આ પાર્શ્વભૂમિ પર મહાવિતરણના સંચાલક સંજય તાકસાંડેએ તાજેતરમાં તમામ વિભાગીય એન્જિનિયર, અધિક્ષક એન્જિનિયરની બેઠક લઈને અતિભારવાળા ટ્રાન્સફોર્મર પરના વીજ વપરાશની તપાસ કરવાનું અને વીજ ચોરો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ અનુસાર 21 થી 28 એપ્રિલના આઠ દિવસમાં અનધિકૃત વીજ વપરાશ માટે વીજ તાર પર નાખવામાં આવેલા 51 હજાર 597 આંકડાઓ વીજ ચોરી માટે વાપરવામાં આવેલા સર્વિસ વાયર, કેબલ, સ્ટાર્ટર, વગેરે સાધન મહાવિતરણે જપ્ત કર્યા હતા.

મહાવિતરણે કરેલા જોરદાર કાર્યવાહીમાં નાશિક પરિમંડળમાં વીજ ચોરી માટે વીજ તાર પર નાખેલા સૌથી વધુ આંકડા કાઢવામાં આવ્યા છે. ઔરંગાબાદ પરિમંડળમાં 4 હજાર 967, લાતુર 3 હજાર 848, નાંદેડ 9 હજાર 30, કલ્યાણ 4 હજાર 178, ભાંડુપ 33, નાશિક 9 હજાર 316, જલગાવ 4 હજાર 790, નાગપુર 221, અમરાવતી 1 હજાર 200, ચંદ્રપુર 297, ગોંદિયા 717, અકોલા 1 હજાર 897, બારામતી 8 હજાર 919, પુણે 923 અને કોલ્હાપુર પરિમંડળમાં 1 હજાર 261 આંકડા કાઢવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...