તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાંઘાઈની તૈયારી:વર્લ્ડ સ્કિલ્સ ચેમ્પિયનશિપ માટે મહારાષ્ટ્રના યુવાનોની તૈયારી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય કુશળતા સ્પર્ધામાં 20,090 યુવાનો ભાગ લીધો હતો

ચીનના શાંઘાઈમાં ઓક્ટોબર 2022માં વર્લ્ડ સ્કિલ્સ ચેમ્પિયનશિપ માટે રાજ્યનાં યુવાન- યુવતીઓ તૈયારીમાં લાગી ગયાં છે. આ માટે રાજ્યમાં આયોજિત સ્પર્ધા માટે અધધધ 20,090 યુવાનોએ ભાગ લીધો હતો. જિલ્લા અને વિભાગીય સ્તરે આ સ્પર્ધા યોજાવાની હોઈ હવે રાજ્ય સ્તરીય સ્પર્ધામાં 263 ઉમેદવાર ભાગ લેશે. યુવાનોમાં નવી સંકલ્પના અને વેપાર સાહસિકતા કેળવતી ઈન્ડિયા સ્કિલ્સ મહારાષ્ટ્ર 2021 સૌથી મોટી કુશળતા સ્પર્ધા હોવાની ઘોષણા રાજ્યના કુશળતા વિકાસ મંત્રી નવાબ મલિકે ગુરુવારે કરી હતી. 3-5 સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય કુશળતા સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આ સમયે કુશળતા વિકાસ વિભાગનાં પ્રધાન સચિવ મનિષા વર્મા, કુશળતા વિકાસ સોસાયટીના સીઈઓ દીપેન્દ્ર સિંહ કુશવાહ, રાષ્ટ્રીય કુશળતા વિકાસ મહામંડળના સિનિયર હેડ જયકાંત સિંહ હાજર હતા. પ્રિન્ટ મિડિયા ટેકનોલોજી, લેન્ડસ્કેપ ગાર્ડનિંગ, ઈન્ડસ્ટ્રિયલ કંટ્રોલ, એરક્રાફ્ટ, મેઈનટેનન્સ, આઈટી, એગ્રીકલ્ચર, ફ્લોરિસ્ટ્રી જેવા કુશળતા વ્યવસાયમાં આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. મહારાષ્ટ્ર કુશળતા સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ 45 કુશળતા શ્રેણીમાં 3-5 સપ્ટેમ્બરે રાજ્યનાં વિવિધ ઠેકાણે આયોજિત કરાયો છે.

રાજ્ય સ્તરીય સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ 3 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે કુર્લા ખાતે ડોન બોસ્કો ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થામાં થશે. 5 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે લોઅર પરે ખાતે આઈએસએમઈ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ખાતે પૂર્ણાહુતિ થશે. રાજ્ય સ્તરે ચેમ્પિયનશિપ્સને રોકડ ઈનામ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાશે, એમ મલિકે જણાવ્યું હતું.

યુવાનો- યુવતીઓ માટે ઉત્તમ મંચ
આ સ્પર્ધાના માધ્યમથી રાજ્યનાં યુવાનો- યુવતીઓને તેમની કુશળતા બતાવવા માટે ઉત્તમ મંચ મળ્યું છે. આ સ્પર્ધાને લીધે યુવાનો- યુવતીઓમાં નવી સંકલ્પના અને તેમની અંદર વેપાર સાહસિકતાને વાચા મળશે. સ્પર્ધાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. 2018માં 2400 સ્પર્ધકોએ નોંધણી કરી હતી, જેમાં હવે 700 ટકાનો વધારો થયો છે, એવી માહિતી તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...