તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મહારાષ્ટ્રની નિશ્ચિત કરતાં વધુ ડોઝ આપ્યાઃ કેન્દ્રની રજૂઆત

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રમાણપત્રમાં ફેરફારની સુવિધા રસીના લાભાર્થીઓને ટૂંકમાં મળશે

નાગરિકોને કોરોનાની રસી મેળવવા માટે આવશ્યક કોવિન પોર્ટલમાં જરૂરી સુધારણા કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આથી રસી લીધા પછી પ્રમાણપત્રમાં નામ, તારીખ, રસીનો બેચ નંબર વગેરેમાં ભૂલોમાં સુધારો કરવાની સુવિધા રસીના લાભાર્થીઓને ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે, એમ કેન્દ્ર સરકારે આજે મુંબઈ હાઈ કોર્ટમાં જણાવ્યું હતું.કોરોનાની રસી લેવા વિશે કોવિન પોર્ટલમાં રહેલી ખામીઓ અને મુંબઈમાં વિવિધ ઠેકાણે થયેલા બનાવટી રસીકરણની ઘટનાને ધ્યાનમાં લાવતી જનહિત અરજી સિદ્ધાર્થ ચંદ્રશેખર દ્વારા એડવોકેટ અનિતા શેખર થકી કરવામાં આવી છે.

બીજી બાજુ નાગરિકોના રસીકરણ માટે આગામી થોડા દિવસ માટે અગાઉથી નોંધણીની સુવિધા કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ થતી નહીં હોવાની યોગિતા વણઝારાએ એડ. જમશેદ માસ્ટર થકી જનહિત અરજી કરી છે. આને કારણે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારને રસીનો થતો પુરવઠો, રસી આપ્યા પછીના પ્રમાણપત્રોમાં ભૂલોમાં સુધારો સંબંધે ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું. આ મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એડિશનલ સેક્રેટરી સત્યેન્દ્ર સિંહે કેન્દ્ર સરકાર તરફથી એફિડેવિટ દાખલ કર્યું છે.

ઓગસ્ટમાં 91.81 લાખ ડોઝ : કેન્દ્ર સરકારની વિનામૂલ્ય રસી યોજના અંતર્ગત મહારાષ્ટ્રને ઓગસ્ટમાં 25 ઓગસ્ટ સુધી 86 લાખ 74 હજાર 540 રસીની માત્રા નિશ્ચિત હતી. જોકે તેને બદલે વાસ્તવમાં 91,81,790 ડોઝનો પુરવઠો કરવામાં આવ્યો. તેમાં કોવિશિલ્ડના 76,86,250 અને કોવેક્સિનના 14,95,540 ડોઝનો સમાવેશ થાય છે. કોવિશિલ્ડની માત્રા નિયોજિત ઓગસ્ટ પૂર્વે જ પાંચ દિવસ અગાઉ પહોંચી, જ્યારે કોવેક્સિનનો જથ્થો 25 ઓગસ્ટે પૂરો થયો. રસી ઉત્પાદક કંપનીઓને આર્થિક પ્રોત્સાહન મળે તે માટે તેમની પાસેથી 75 ટકા રસીની માત્રા કેન્દ્ર દ્વારા વેચાતી લઈને સર્વ રાજ્યોને પુરવઠો કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...