તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Maharashtra Is In Good Condition As Compared To Other States, Corona Active Patients, Mortality Rate Lower In The State

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અન્ય રાજ્યોની સરખામણીએ મહારાષ્ટ્રની સ્થિતિ સારી છે, કોરોનાના સક્રિય દર્દીઓ, મૃત્યુદર રાજ્યમાં ઓછો

મુંબઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દેશમાં કોરોના સંક્રમણ થયેલા દર્દીઓની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં હતી. આવી પરિસ્થિતિમાં પણ રાજ્યએ કોવિડનો સામનો સારી રીતે કર્યો છે. તેથી જ દર 10,00,000 લોકસંખ્યાનો વિચાર કરીએ તો કોવિડના વધુ ફેલાવાવાળા રાજ્યોની સરખામણીએ કોરોના ફેલાવાની ઝડપ કે મૃત્યદર મહારાષ્ટ્રમાં ઓછો છે એમ દેખાય છે એવી માહિતી આરોગ્ય વિભાગ મારફત આપવામાં આવી છે. 2 ફેબ્રુઆરી 2021ના આંકડાઓ અનુસાર દર દસ લાખ લોકસંખ્યામાં દિલ્હીમાં 37,844, ગોવામાં 36,732, પોંડીચેરીમાં 31,350, કેરળમાં 28089, ચંડીગઢમાં 19,877 પોઝિટિવ દર્દીઓ હતા.

એ રીતે મહારાષ્ટ્રમાં આ દિવસે 16,877 પોઝિટિવ દર્દીઓ હતા. રાજ્યનો ક્રમ દેશમાં છઠ્ઠો હતો.મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુની સંખ્યા વધુ છે છતાં દર દસ લાખ લોકસંખ્યા દીઠ મૃત્યુનું પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીએ ઓછું છે. 2 ફેબ્રુઆરી 2021ના આંકડાઓ અનુસાર દિલ્હીમાં 647, ગોવામાં 527, પોંડીચેરીમાં 522 અને મહારાષ્ટ્રમાં 403 મૃત્યુ થયા હતા. તેથી દસ લાખ લોકસંખ્યા દીઠ મહારાષ્ટ્રનો વિચાર કરીએ તો સૌથી વધુ મૃત્યુવાળું રાજ્ય મહારાષ્ટ્રને જણાવી શકાય નહીં.

કોરોનાના વધતા દરનો વિચાર કરીએ તો 3 ફેબ્રુઆરીના આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં દરરોજ કોવિડનો વધતો દર 0.10 ટકા હતો. કેરળનો દર મહારાષ્ટ્ર કરતા છ ગણો વધારે એટલે કે 0.61 ટકા હતો. ગોવાનો દર 0.2, પંજાબ 0.12 તથા ગુજરાત અને છતીસગઢ 0.11 ટકા હતો. સક્રિય દર્દીઓ બાબતે મહારાષ્ટ્રમાં દસ લાખ લોકસંખ્યા દીઠ 290 દર્દીઓ હતા જ્યારે કેરળમાં 2000 કરતા વધારે દર્દીઓ આજે છે.

વૈશ્વિક સ્તરે ધારાવીનો નોંધ લેવાઈ
મુંબઈની ગીચ વસતિવાળા ધારાવી જેવા ભાગમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે મુંબઈ મહાપાલિકાએ જે ઉપાયયોજનાઓ કરી અને એની સફળતાપૂર્વકની અમલબજાવણીને લીધે એ ભાગમાં સંક્રમણને અંકુશમાં રાખવામાં સફળતા મળી. આ ધારાવી પેટર્નની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવી. વિશ્વ આરોગ્ય સંગઠને આ પેટર્નના વખાણ કર્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો