સર્વેક્ષણ:મહારાષ્ટ્રમાં છોકરીઓને દત્તક લેવાનું પ્રમાણ સૌથી વધુ નોધાયું

મુંબઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પહેલાં 2014માં મહારાષ્ટ્રમાં છોકરાઓને દત્તક લેવાનું પ્રમાણ વધુ હતું

મહારાષ્ટ્રમાં છોકરીઓનો જન્મદર વધી ગયો છે. હાલમાં જ થયેલા કેન્દ્રીય દત્તક સંસ્થાના સર્વેક્ષણ અનુસાર મહારાષ્ટ્રમાં દત્તક લેવાતા બાળકોમાં છોકરીઓને દત્તક લેવાનું પ્રમાણ સૌથી વધુ છે. બાળકો દત્તક લેતી વખતે યુગલો છોકરીઓને દત્તક લેવા પર વધુ ભાર આપે છે. સામાજિક જનજાગૃતિ, છોકરીઓનું વધતું કર્તૃત્વ, શૈક્ષણિક પ્રગતિ, સરકારની યોજનાઓને લીધે દત્તક લેતી વખતે છોકરીઓને વધુ પસંદગી મળી રહી છે. 2014માં મહારાષ્ટ્રમાં છોકરાઓને દત્તક લેવાનું પ્રમાણ વધુ હતું. જોકે 2020-21માં છોકરીઓને દત્તક લેવાનું પ્રમાણ દોઢગણું વધી ગયું છે.

2020-21માં યુગલોએ દત્તક બાળકોમાં છોકરીઓને વધુ પસંદ કરીને લિંગભેદ દૂર કર્યો છે. ભારતમાં દત્તક પ્રક્રિયા સંભાળતી સંસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (સીએઆરએ)ની આંકડાવારી અનુસાર મહારાષ્ટ્રમાં 2014માં કુલ દત્તક લેવામાં આવેલા 1068 બાળકોમાં 543 છોકરા અને 525 છોકરીઓ હતી. 2021માં 593 બાળકોમાં દત્તક લીધેલી છોકરીઓની સંખ્યા 354 હતી.

દત્તક લેવાની સંખ્યામાં ઘટાડો
ભારતમાં બાળકો દત્તક લેનારની સંખ્યામાં છેલ્લાં દસ વર્ષમાં અડધોઅડધ ઘટાડો થયો છે. 2011માં લગભગ 6000 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. 2021માં આ સંખ્યા 3142 પર નીચે આવી છે. તેમાંય છોકરીઓનું પ્રમાણ વધુ હોવું તે બાબત નોંધનીય છે. હાલમાં દત્તક પ્રક્રિયા ઓનલાઈન થવાથી બાળકો ગેરકાયદેસર રીતે દત્તક લેવાનું પ્રમાણ વધી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...