તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મુખ્યમંત્રી ક્વોટાના ઘર વેચવા મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક ઘર સરકારી નિવાસસ્થાન તરીકે સરકારી કર્મચારીઓને અપાશે
  • {મુંબઈ-થાણે ખાતે લગભગ 900 ઘર એમ જ પડી રહ્યા છે

કલાકારો, સાહિત્યકારો, સામાજિક ક્ષેત્રના જરૂરિયાતવાળા લોકોને મુખ્યમંત્રી સ્વેચ્છાધિકાર ક્વોટામાંથી નજીવી કિંમતે આપવામાં આવતા ઘર હવે મ્હાડાના માધ્યમથી વેચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એમાંથી કેટલાક ઘર સરકારી નિવાસસ્થાન તરીકે સરકારી કર્મચારીઓને આપવામાં આવશે. ગૃહનિર્માણ પ્રકલ્પોને આપેલી સવલતોના બદલે સરકારને 5 ટકા ઘર મળે છે.

અત્યાર સુધી મુખ્યમંત્રી સ્વેચ્છાધિકાર ક્વોટામાંના આ ઘર સાહિત્યકારો, કલાકારો, ખેલાડીઓ, પત્રકારો તેમ જ સામાજિક ક્ષેત્રના જરૂરિયાતવાળા લોકોને આપવામાં આવતા હતા. મુખ્યમંત્રી સ્વેચ્છાધિકાર ક્વોટામાંથી આપવામાં આવતા આ ઘરોના વિતરણમાં ગેરવ્યવહાર થતો હોવાના આરોપ પછી મુંબઈ હાઈ કોર્ટે માર્ચ 2014માં સરકારનું ઘર વિતરણનું ધોરણ જ રદ કર્યું હતું.

ત્યારથી મુંબઈ-થાણે પરિસરમાં સરકાર પાસે લગભગ 900 ઘર એમ જ પડી રહ્યા છે. આ ઘરનું શું કરવું એ વિશે નગરવિકાસ વિભાગમાં છેલ્લા થોડા વર્ષોથી વિચાર કરવામાં આવી રહ્યો હતો. આખરે આ ઘર સરકારી નિવાસસ્થાન તરીકે વહેંચણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ અનુસાર પોલીસ, સાર્વજનિક બાંધકામ વિભાગ અને સામાન્ય પ્રશાસન વિભાગને માગણી પ્રમાણે આ ઘર આપવામાં આવશે.

બાકી બચેલા ઘર મ્હાડાના માધ્યમથી વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘરોની મ્હાડા લોટરી કાઢશે અને એ વેચીને થયેલી આવકમાં 90 ટકા મહેસૂલ ખાતાને અને 10 ટકા મ્હાડાને મળશે. એ જ પ્રમાણે તાબામાં ન હોય એવા એટલે કે ડેવલપરોના તાબામાં રહેલા ઘર બજારભાવ મુજબની કિંમત અથવા 10 ટકા સરચાર્જ એમાંથી જે રકમ વધુ હશે એ ડેવલપર પાસેથી લઈને એ ઘર આપવા એવી સૂચના નગરવિકાસ વિભાગે આપી છે.

અન્ય સમાચારો પણ છે...