તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Maharashtra Cyber Launches Special Program To Train 270 Policemen On Poxo Act 2012, Curb Rising Crime After Epidemic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:પોક્સો એક્ટ 2012 પર 270 પોલીસકર્મીઓને તાલીમ, મહામારી પછી વધેલા ગુનાઓ રોકવા મહારાષ્ટ્ર સાઈબરે યોજ્યો ખાસ પ્રોગ્રામ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારી અનેક પડકારો લઈને આવી છે અને આ સમયગાળામાં બાળકોનું જાતીય શોષણ અને હિંસાના ગુનાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આને રોકવા માટે મહારાષ્ટ્ર સાઈબર દ્વારા રાજ્યના 270 પોલીસ કર્મચારીઓ માટે ઓનલાઈન વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ 2012 પર રાજ્યના પોલીસોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી હતી. માર્ચમાં લોકડાઉન શરૂ થયાના પ્રથમ 11 દિવસમાં રાજ્યમાં બાળકોનું જાતીય શોષણ અને હિંસાની 92,000થી વધુ ફરિયાદો ચાઈલ્ડલાઈન પર પ્રાપ્ત થઈ હતી. યુએસએના સાઈબર ટિપલાઈન અનુસાર દુનિયાની તુલનામાં ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે સૌથી વધુ ફરિયાદો નોંધાય છે.

આથી જ ન્યાયાલયીન પ્રક્રિયાના દરેક તબક્કે બાળકોનાં હિતોનું રક્ષણ કરીને બાળકો સામેના જાતીય હુમલો, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી ગુનાઓથી બાળકોનું રક્ષણ કરવા માટે પોક્સો કાયદો લાવવામાં આવ્યો છે.આ તાલીમ નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી દ્વારા સ્થાપિત નાગરી સમાજ સંસ્થા કૈલાશ સત્યાર્થી ચાઈલ્ડ ફાઉન્ડેશન અને ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેકશન ફંડ સાથે સહયોગમાં આપવામાં આવી હતી. બે કલાકના આ સત્રમાં પોકસો એક્ટની બધી કલમો અને બાળકોનું શ્રેષ્ઠ હિત જાળવીને વ્યવહારુ રીતે કાયદા અને તેની પ્રક્રિયાઓનો અમલ કઈ રીતે કરી શકાય તે વિષયને આવરી લેવાયા હતા. સ્પેશિયલ આઈજી યશસ્વી યાદવ, નાયબ આઈજી હરીશ બૈજલ, ડીવાયએસપી વિજય ખૈરેના માર્ગદર્શન હેઠળ આ તાલીમ અપાઈ હતી.

ઈન્ફોર્મેશન ટેકનોલોજી2000 પર પણ કર્યા પ્રશ્નો
દરમિયાન ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ઓનલાઈન બાળકોના જાતીય શોષણનાં અન્ય સ્વરૂપોના વધતા ખતરાને સાઈબર દ્વારા અસરકારક રીતે નાથી શકે તે માટે ટેક્ટિકલ રિસ્પોન્સ અગેઈન્સ્ટ સાઈબર ચાઈલ્ડ એક્સપ્લોઈટેશન (ટ્રેસ) યુનિટ દ્વારા હાથ ધરાયેલી આ પ્રથમ પહેલ હતી. તાલીમમાં ભાગ લેનારા પોલીસે આવા કેસની તપાસ સમયે આવેલા અનુભવો પર આધારિત મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછયા હતા. ચાઈલ્ડ પોર્નોગ્રાફીનાં વિવિધ પાસાં, પોક્સોની અમલબજાવણી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી 2000ના વિષયો પણ આવરી લેવાયા હતા. રાજ્યમાં બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ મળે તેની ખાતરી રાખવાનું પણ આ પાછળનું લક્ષ્ય હતું, એમ સ્પેશિયલ આઈજી યશસ્વી યાદવે જણાવ્યું હતું.

કોર્ટના ચુકાદાઓ પર પણ ચર્ચાવિચારણા
આ સત્રમાં કાયદો અને તેની અમલબજાવણી, પીડિતોએ અનુભવેલા આઘાતના અસલ જીવનના દાખલા, હકારાત્મક પ્રભાવ પાડતી બાળક અનુકૂળ પોલીસ પ્રક્રિયાઓની જાણકારી અપાઈ હતી. ઉપરાંત તપાસ દરમિયાન પોલીસને સામનો કરવો પડી શકે તે છટકબારીઓ નહીં રહી જાય તે માટે પોક્સો એક્ટ સંબંધી વિવિધ કેસ સ્ટડી અને કોર્ટના ચુકાદાઓ પર પણ ચર્ચાવિચારણા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો