પુણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ હજારો સમર્થકો સાથે હનુમાન ચાલીસાનું પઠન શનિવાર સાંજે હનુમાન જંયતિ પ્રસંગે કર્યું હતું. આ પ્રસંગે મંદિરમાં આરતી પણ ઉતારી હતી. બીજી તરફ શિવસેનાએ મુંબઇમાં મહાઆરતીનું આયોજન ર્ક્યું હતું. શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ ઠાકરેને ટોણો મારતા કહ્યું આ બે પંક્તિઓ ચોપાઈ ન ગાઈ શકે.
મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ જેમણે ઈદ સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે, તેમણે પુણેમાં હનુમાન ચાલીસા વાંચી હતી. તેમણે હજારો સમર્થકો સાથે પુણેના કુમથેકર રોડ પર આવેલા ખલકર ચોક ખાતે મારુતિ મંદિરની બહાર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે હનુમાન ચાલીસા પહેલા મંદિરમાં મહા આરતી પણ કરી હતી. આ કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પુણેના મારુતિ ચોક ખાતે યોજાયેલી આ મહા આરતીમાં માત્ર મુંબઈ, પુણેથી જ નહીં પરંતુ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી એમએનએસના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
શનિવારના કાર્યક્રમ પહેલાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર રાજ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું, જે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો દાવો કરે છે, તેઓ તેમના હૃદયથી પ્રથમ બે ચોપાઈ પણ બોલી શકતા નથી. તેઓ રાષ્ટ્રગીત અને વંદે માતરમનો પાઠ પણ નથી કરી શકતા.
પુણેમાં યોજાનારી મહા આરતી પહેલાં જ પોસ્ટર રિલીઝ : એમએનએસએ શનિવારે પુણેમાં યોજાનારી રાજ ઠાકરેની હનુમાન ચાલીસાને લઈને એક પોસ્ટર બહાર પાડ્યું હતું. જેમાં લોકોને મહા આરતીમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું. પોસ્ટરમાં રાજ ઠાકરેને હિન્દુ જનનાયક તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રાજ ઠાકરે કેસરી શાલ પહેરેલા જોવા મળે છે. તેમનો ગેટઅપ બાળાસાહેબ ઠાકરે જેવો દેખાય છે.
કોમી રમખાણોની સ્થિતિ સર્જાઈ રહી છેઃ રાઉત
શિવસેનાના નેતાએ કહ્યું, “કોમી રમખાણોની સ્થિતિ સર્જવી અને ચૂંટણી જીતવી એ હવે એક પેટર્ન અને પેકેજ છે. પરંતુ તે દેશના ટુકડા કરી દેશે. અનુમતિપાત્ર ડેસિબલ મર્યાદા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ છે. લાઉડસ્પીકર્સનું રાજકારણ સામાજિક અશાંતિ છે, એમ રાઉતે કહ્યું, બે મહાન હિન્દુત્વવાદી નેતાઓ સ્વાતંત્ર્યવીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેએ પણ આ મુદ્દો ઉઠાવ્યો ન હતો, આવું કોઈએ ન કરવું જોઈએ.
માતોશ્રીની બહાર સેંકડો શિવસૈનિકો
આ દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો એકઠા થયા હતા. તેઓ શિવસેનાના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. સેંકડો શિવસૈનિક હાથમાં ભગવા ઝંડા લઈને અહીં પહોંચ્યા હતા. અણછાજતી પરિસ્થતી ન સજાર્ય તે માટે માતોશ્રીની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત રખાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.