તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મિઠી નદીનો કાદવ ઉલેચવા માટે નેધરલેન્ડ અને સ્વીડનના મશીન વાપરવામાં આવશે

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

મિઠી નદીનો કાદવ ઉલેચવા માટે આ વર્ષે મહાપાલિકા પ્રથમ વખત વિદેશી ટેકનોલોજી વાપરશે. એમાં નેધરલેન્ડનું ટક્શર એફ્મિબિયસ મશીન નદીના ઊંડાણવાળા ભાગમાં જઈને સમાન સ્તરે કાદવ ઉલેચશે અને સ્વીડનનું સિલ્ટ પુશર મશીન કાદવ સાથે ખૂણેખાંચરે જઈને તરતો કચરો કાઢશે. તેથી અતિવૃષ્ટિમાં મિઠી નદીનું પાણી મુંબઈમાં ભરાવાથી આવતા પુરનું જોખમ ટળશે. મુંબઈમાં ભાંડુપ ફિલ્ટર પાડા-વિહાર તળાવ પરિસરમાં ઉગમસ્થાન ધરાવતી મિઠી નદી મુંબઈની મહત્ત્વની નદી છે.

જો કે નદીમાં કાદવ રહે તો અતિવૃષ્ટિના સમયે ભરતી આવે તો મિઠી નદીનું પાણી શહેરમાં ભરાઈ જતા મુંબઈગરાઓની હેરાનગતિ થાય છે. પૂર્વ ઉપનગરોમાં 17.80 કિલોમીટર વહેતી મિઠી નદી આરે કોલોની, કુર્લા, બાન્દરા પરિસરમાંથી વહીને માહિમ ખાડી નજીક સમુદ્રને મળે છે. આ નદીનો મોટો ભાગ પૂર્વના ઉપનગરોમાં આવે છે.

અતિવૃષ્ટિમાં કોઈ પણ જોખમ ઊભું ન થાય એ માટે ચોમાસા પહેલાં નદીનો કાદવ ઉલેચીને પાણીનો માર્ગ સ્વચ્છ કરવા માટે અત્યાધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ વર્ષે મિઠી નદીમાંથી બમણો કાદવ ઉલેચવાનો આદેશ કોન્ટ્રેકટરને આપવામાં આવ્યો છે. આ વર્ષે બમણી રકમના એટલે કે રૂ. 80 કરોડના ટેંડર કાઢવામાં આવ્યાનું અતિરિક્ત આયુક્ત પી. વેલારાસુએ જણાવ્યું હતું. ઉલેચવામાં આવેલા કાદવની ગણતરી અનુસાર કોન્ટ્રેકટરને બિલ ચુકવવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

કોન્ટ્રેકટર માટે ફરજિયાત
નેધરલેન્ડ, સ્વીડનમાં નાળાસફાઈ અને કાદવ ઉલેચવા માટે વાપરવામાં આવતા સિલ્ટ પુશર અને ટક્શર મશીનનો ઉપયોગ કેરળમાં પણ કરવામાં આવ્યો છે જે સફળ સાબિત થયો છે. તેથી મિઠી નદીનો કાદવ ઉલેચવા આ મશીનોનો ઉપયોગ કરવાનું કોન્ટ્રેકટર માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો