તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રયોગ સફળ:હવાની ગુણવત્તા તપાસવા યંત્ર વિકસાવાયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 લાખના બદલે ફક્ત 60 હજાર રૂપિયાના મશીનથી હવે ચોકસાઈવાળું કામ કરવું શક્ય બન્યુંે

ભારતીય બનાવટના હવા ગુણવત્તા નિરીક્ષણના સસ્તા યંત્ર દ્વારા હવાનો દરજ્જો જાણવાનો મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળનો પ્રયોગ સફળ થયો છે. એના લીધે દરેક મશીન પાછળ રૂ. 19 લાખનો ખર્ચ ઓછો થશે. આ મશીનની સંખ્યા વધારીને વધુમાં વધુ ચોક્કસ નિર્દેશાંક મેળવવનું સહેલું થશે. પ્રયોગ માટે વાપરવામાં આવેલા 40માંથી 20 મશીનની ચોકસાઈ 85 થી 90 ટકા જણાઈ હતી.

શહેરમાં હવાનું પ્રદૂષણની સ્થિત કલાક પ્રમાણે ઓછા ખર્ચમાં જાણવું શક્ય થશે. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળે આઈઆઈટી કાનપુર અને બ્લૂમબર્ગ ફિલન્થ્રોપિસ સંસ્થાના પ્રયત્ન દ્વારા નવી ટેકનોલોજી વિકસિત થઈ છે. પ્રદૂષણ નિયંત્રણ મંડળના મુંબઈના 10 અને નવી મુંબઈ, થાણે, કલ્યાણ, વસઈ-વિરાર, સાયન, બોરીવલી, એરપોર્ટ, પવઈ, ડોંબીવલી એમ દરેક ઠેકાણે એક મશીનની બાજુમાં સોંઘા દરનું મશીન લગાડવામાં આવ્યું હતું. આ મશીનમાં પીએમ 2.5 (2.5 માઈક્રોન કરતા ઓછા આકારના ઘાતક સૂક્ષ્મકણ) અને પીએમ 10 (10 માઈક્રોન કરતા ઓછા આકારના ઘાતક સૂક્ષ્મકણ)નું પ્રમાણ દર મિનિટે ગણવાની ક્ષમતા છે.

અન્ય સમાચારો પણ છે...