આક્રમક:મા કાંચનગિરિએ રાજને અયોધ્યાનું નિમંત્રણ આપતાં શિવસેના આક્રમક

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ ઠાકરે ડિસે.માં અયોધ્યાની મુલાકાતે

મનસે પ્રમુખ રાજ ઠાકરે, મા કાંચનગિરિ અને જગતગુરુ સૂર્યાચાર્યની આજે મુંબઈમાં દાદર શિવાજી પાર્ક સ્થિત રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે મુલાકાત થઈ હતી. આશરે અડધો કલાક સુધી તેમની વચ્ચે ચર્ચા થઈ હતી. આ સમયે રાજ ઠાકરેને અયોધ્યા પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને રાજે તે સ્વીકાર્યું હતું. રાજ ડિસેમ્બરમાં અયોધ્યા મુલાકાતે જશે એવી શક્યતા છે.પક્ષનો ધ્વજ બદલ્યા પછી છેલ્લાં બે વર્ષથી રાજ ઠાકરે હિંદુત્વના મુદ્દા તરફ વળ્યા છે. આ પછી નવા વર્ષ પૂર્વે અયોધ્યા મુલાકાત ઘોષિત કરીને રાજ હિંદુ રાષ્ટ્રનો એજન્ડા હાથમાં લેશે એવું લાગે છે.

રાજ, કાંચનગિરિ અને સૂર્યાચાર્યની આ મુલાકાત નક્કી કરીને થઈ છે. આ મુલાકાતમાં હિંદુ રાષ્ટ્ર એજન્ડા હતો. રાજ તેમને હિંદુ રાષ્ટ્ર માટે યોગ્ય લાગે છે, એમ મનસે નેતા બાળા નાંદગાવકરે આ મુલાકાત પછી જણાવ્યું હતું. થોડા સમય પૂર્વે રાજડ અયોધ્યા જવાના હતા. જોકે કોરોનાની બીજી લહેર આવવાથી તે મુલાકાત રદ કરવામાં આવી હતી.અયોધ્યાના અખાડાના અનેક લોકો બોલાવી રહ્યા છે.

દાદી, પરદાદાથી હિંદુત્વ તેમની અંદર છે. રાજ મજબૂત હિંદુત્વ રજૂ કરી શકે છે. દેશમાં એવી ભાવના છે કે રાજે આક્રમકતાથી હિંદુત્વ બતાવવું જોઈએ. ઉત્તર ભારતીયો બાબતે કોઈ પણ ગેરસમજ નહોતી. તે માધ્યમોએ નિર્માણ કર્યું હતું. તે સમયે રાજ્યના વિકાસને ન્યાય એ ભાવના હતી, એમ પણ નાંદગાવકરે જણાવ્યું હતું. દરમિયાન 23 ઓક્ટોબરે મનસેનો મેળાવડો ભાંડુપમાં યોજાવાનો છે, જે સમયે રાજ બધા પ્રશ્નોના ઉત્તરો આપશે, એમ તેમણે જણાવ્યું હતું.

શિવસેનાને ઘેરવાનો પ્રયાસ
રાજ્યમાં હાલમાં મહાવિકાસ આઘાડી સરકાર છે. શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને સત્તા સ્થાપી છે. આથી શિવસેનાને પોતાની હિંદુત્વની ભૂમિકાને થોડી સૌમ્ય કરવી પડી હોવાનું છેલ્લા બે વર્ષમાં જોવા મળી રહ્યું છે. આવા સમયે મનસેએ હિંદુત્વનો મુદ્દો હાથમાં લીધો હોવાનું દેખાય છે. તેમાં વળી મનસે અને ભાજપની વધતી નિકટતા જોતાં હિંદુત્વના મુદ્દા પર શિવસેનાને ઘેરવાનો આ પ્રયાસ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...