ઘરેથી નાસી આવેલા અને રેલવે હદમાં મળેલા 504 સગીર બાળકોની જાન્યુઆરીથી એપ્રિલ 2022ના ચાર મહિનામાં ઘરવાપસી કરવામાં મધ્ય રેલવેને સફળતા મળી છે. મધ્ય રેલવેના મુંબઈ સહિત પુણે, ભુસાવળ, નાગપુર અને સોલાપુર એમ ચાર વિભાગમાં આ બાળકો મળ્યા હતા. એમાં સૌથી વધારે બાળકો મુંબઈ વિભાગમાં મળ્યા જેમાં 285 છોકરા-છોકરીઓનો સમાવેશ છે. કુટુંબીઓ સાથે થયેલ ઝઘડો, અભ્યાસનો તાણ, શહેરનું આકર્ષણ, વગેરે જેવા કારણોથી છોકરા-છોકરીઓ ઘર છોડીને ભાગી જાય છે.
નાસી આવ્યા બાદ તે જુદા જુદા ઠેકાણાના રેલવે સ્ટેશનમાં ઉતરે છે. એની માહિતી મળતા જ અથવા શંકાસ્પદ હિલચાલ પરથી આવા છોકરા-છોકરીઓને તાબામાં લેવામાં આવે છે. રેલવે પોલીસ અને ચાઈલ્ડ હેલ્પલાઈન, સામાજિક સંસ્થાની મદદથી યોગ્ય કાર્યવાહી કરીને આ છોકરા-છોકરીઓને તેમના કુટુંબને સોંપવામાં આવે છે એવી માહિતી મધ્ય રેલવેના અધિકારીએ આપી હતી. રાજ્યમાં મળેલા સગીર છોકરા-છોકરીઓમાં સૌથી વધારે 285 બાળકો મુંબઈ વિભાગમાં મળ્યા છે. એમાં 206 છોકરા અને 79 છોકરીઓનો સમાવેશ છે. એ પછીના ક્રમે ભુસાવળ વિભાગમાં 92 જણ મળ્યા જેમાં 47 છોકરા અને 45 છોકરીનો સમાવેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.