બિઝનેસમેન અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહનો નિકટવર્તી મનાતો જિતેન્દ્ર નવલાની વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા લૂટઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે નવલાની ઈડી અધિકારીઓને નામે ખંડણી વસૂલ કરતો હોવાની ફરિયાદ કરી હતી. આ પછી એસીબી દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
નવલાનીએ ઈડી અધિકારીઓને નામે વિવિધ કોર્પોરેટ્સ પાસેથી રૂ.59 કરોડની વસૂલી કરી હોવાનું એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ પછી હવે નવલાની વિદેશમાં ફરાર થઈ ગયો હોવાની શંકા એસીબીનેછે. આથી નવલાની વિરુદ્ધ લૂટઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
ભાજપ દ્વારા સતત આરોપો બાદ અને ઈડી દ્વારા શિવસેનાના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી બાદ રાઉતે એક પત્રકાર પરિષદ લઈને ઈડીના અમુક અધિકારીઓ ખંડણીનું કૌભાંડ ચલાવે છે એવો ગંભીર આરોપ કર્યો હતો. તેમાં તેમણે નવલાની આ અધિકારીઓ વતી પૈસા ભેગા કરે છે એવો આરોપ કર્યો હતો. આ સંબંધે મુંબઈ પોલીસમાં સૌપ્રથમ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જોકે પછી આ પ્રકરણ એસીબીને સોંપવામાં આવ્યું હતું. એસીબીની તપાસમાં 2015થી 2021 દરમિયાન નવલાનીએ ઈડી અધિકારીઓને નામે રૂ. 58 કરોડ 96 લાખ 46 હજાર વસૂલ કર્યા હોવાનું એસીબીના ધ્યાનમાં આવ્યું હતું. આ રકમ નવલાનીએ પોતાને નામે તથા બનાવટી કંપનીઓને નામે અસુરક્ષિત લોન અને કન્સલ્ટેશન ફીના સ્વરૂપમાં લીધી હતી. આ પછી નવલાની વિરુદ્ધ એસીબી દ્વારા ગુનો દાખલ કરીને તપાસશરૂ કરવામાં આવી છે. નવલાની હાથ નહીં લાગતાં તેની સામે લૂટઆઉટ નોટિસ જારી કરી છે, જેને કારણે નવલાનીની મુશ્કેલી વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.