કાર્યવાહી:અગ્નિશમન યંત્રણા વિનાની સોસાયટી પર કાર્યવાહીનો 1 મહિનામાં લોજિકલ એન્ડ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયકાદીય કાર્યવાહીમાં વીજ અને પાણીના જોડાણ પણ કપાઈ શકે

મુંબઈમાં આગની દુર્ઘટનાઓને કારણે થનારી જીવહાની અને આર્થિક નુકસાન ટાળવા માટે મહાપાલિકાએ ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે. ગેરજવાબદાર સોસાયટીઓ વિરુદ્ધ હવે એક મહિનામાં કાર્યવાહીનો લોજિકલ એન્ડ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી તપાસમાં અગ્નિશમન યંત્રણા બંધ જણાશે તો એને શરૂ કરવા માટે પહેલાંની જેમ 120 દિવસ એટલે કે ચાર મહિનાની મુદત નહીં મળે. હવે એક મહિનામાં કાર્યવાહી કરીને અહેવાલ રજૂ કરવો ફરજિયાત રહેશે નહીં તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે એમ અગ્નિશમન દળના મુખ્ય અધિકારી હેમંત પરબે જણાવ્યું હતું.

કાયદાકીય કાર્યવાહી પછી વીજ અને પાણી જોડાણ કાપવાની કાર્યવાહી થઈ શકે છે. મુંબઈની સોસાયટીઓ, હોસ્પિટલો, સરકારી અને ખાનગી આસ્થાપનાઓમાં અગ્નિશમન યંત્રણા સક્ષમ અને કાર્યાન્વિત હોવી ફરજિયાત છે. જોકે અનેક ગેરજવાબદાર આસ્થાપનાઓ એના પર દુર્લક્ષ કરતા હોવાનું દુર્ઘટનાઓમાં જણાયું છે. તેથી મહાપાલિકાએ હવે અગ્નિસુરક્ષાની વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ પહેલાં મહાપાલિકાની તપાસમાં અગ્નિશમન યંત્રણા વિનાની 327 સોસાયટીઓને નોટિસ બજાવવામાં આવી છે.

એમાંથી 78 સોસાયટીઓએ અગ્નિશમન યંત્રણા તૈનાત કરી છે. 109 ઠેકાણે કામ ચાલુ છે અને ત્રણ જણ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. અગ્નિશમન દળ તરફથી 1517 હોસ્પિટલ, નર્સિંગ હોમનું ફાયર ઓડિટ કરવામાં આવ્યું છે. એમાં 247 હોસ્પિટલ-નર્સિંગ હોમ અને મહાપાલિકાની પણ 6 હોસ્પિટલમાં અગ્નિશમન યંત્રણા નહોતી. જોકે મહાપાલિકાએ નોટિસ બજાવ્યા બાદ 235 ઠેકાણે અગ્નિસુરક્ષા તૈનાત કરવામાં આવી છે. ગેરજવાબદાર 19 આસ્થાપનાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

આગની દુર્ઘટનાઓ ટાળવા માટે ગેરજવાબદાર આસ્થાપનાઓ પર ધાક બેસાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ છે. એક મહિનામાં કાર્યવાહીનો લોજિકલ એન્ડ કરવામાં આવશે જેથી સંબંધિત ઠેકાણે જરૂરી કાર્યવાહી થાય એને દુર્ઘટના ટળે. ફાયર એક્ટ અને જે તે ઠેકાણાની પરિસ્થિતિ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવશે.

કાર્યવાહી આમ થાય છે
મહાપાલિકાના તમામ પ્રશાસકીય 24 વોર્ડમાં દરેકમાં ચારથી પાંચ અધિકારીઓની ટીમ સોસાયટીઓ, આસ્થાપનાઓમાં જઈને અગ્નિસુરક્ષાની તપાસ કરે છે. એમાં અગ્નિસુરક્ષા ન હોય તો અથવા છે પણ કામ કરતી ન હોય તો નોટિસ બજાવવામાં આવે છે. 22 ઓકટોબરના લાલબાગની અવિઘ્ન ઈમારત આગ દુર્ઘટના પછી કાર્યવાહી તીવ્ર કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી લગભગ 40 સોસાયટીઓને નોટિસ બજાવવામાં આવી છે. આ આસ્થાપનાઓએ એક મહિનામાં અગ્નિશમન યંત્રણા ચાલુ કરવાની ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...