તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકશાન:રાજ્યના વન્યજીવ પર્યટનને ટુરિસ્ટ સીઝનમાં લોકડાઉનથી લગભગ ૬૦ ટકાનો ફટકો

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનથી તો વરસાદને લીધે આમેય અભયારણ્ય બંધ રહે છે

લોકડાઉનની પાર્શ્વભૂમિ પર રાજ્યના વન્યજીવ પર્યટન વ્યવસાયને લગભગ ૬૦ ટકા ફટકો પડ્યો છે. વન્યજીવ પર્યટનમાં સૌથી વધુ પર્યટકોનો સમય એપ્રિલથી જૂન સુધીનો હોય છે. એ પછી આમેય વરસાદને કારણે અભયારણ્યો બંધ રહેવાથી વ્યવસાય ઠપ્પ રહે છે. તેથી આ વર્ષે વન્યજીવ પર્યટન વ્યવસાયમાં થતા મહત્ત્વનના સમયના ટર્નઓવર પર પાણી ફરી વળ્યું છે. લોકડાઉન જાહેર થવા પહેલાં માર્ચના બીજા અઠવાડિયામાં વન્યજીવ પર્યટન પર બંધી મૂકવામાં આવી હતી.

વન્યજીવ પર્યટન આગળનો આદેશ મળે ત્યાં સુધી બંધ જ રાખવાનો નિર્દેશ રાજ્યના વન વિભાગે તાજેતરમાં આપ્યો છે. તેથી વર્ષનો સૌથી વધુ પર્યટકોવાળો સમય એટલે સીઝનમાં જ વ્યવસાય ઠપ્પ થયાનું વ્યવસાયિકોએ જણાવ્યું હતું એપ્રિલથી જૂનના સમયગાળામાં ટાઈગર સફારી માટે વિદર્ભના તાડોબા, પેંચ, મેળઘાટ, નવેગાવ-નાગઝિરા, ટિપેશ્વર જેવા ટાઈગર પ્રકલ્પ અને અભયારણ્યોમાં પર્યટકોની ગિરદી સૌથી વધારે હોય છે. આ સીઝનમાં ખાસ થતા વાઘના દર્શન અને ફોટોફીચરની મળતી તકને કારણ અડધાથી વધારે પર્યટકો તાડોબા સફારીને જ પ્રાધાન્ય આપે છે એમ વન્યજીવ પર્યટન વ્યવસાયિકો જણાવે છે. એપ્રિલથી જૂનની સીઝનમાં પર્યટકોની સંખ્યા લગભગ સવા લાખ જેટલી રહે છે. આ સમયમાં વન ખાતાને એન્ટ્રી ફીને લીધે થતી આવક લગભગ ચારથી સાડા ચાર કરોડ રૂપિયા છે. 

પર્યટનના કારણે અનેકની જીવનશૈલીમાં પણ ફેરફાર થયો
આખા વર્ષની આવકનો અડધો ભાગ આ સીઝનનો છે. આ વર્ષે આવક નહીં થાય એ સ્પષ્ટ છે. પર્યટકો માટે હોટેલ વ્યવસ્થા, સફારી માટે વાહન, ગાઈડ જેવી મોટા ભાગની સુવિધા સ્થાનિક સ્તરે લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. રાજ્યના મહત્ત્વના તમામ ટાઈગર સફારી ઠેકાણે દિવસે કુલ મળીને લગભગ ૨૦૦ સફારી થતી હોવાનું વન અધિકારીએ જણાવ્યું છે. એની બમણી સંખ્યામાં વાહનો ચાલક-માલિક અને ગાઈડની સંખ્યા વન્યજીવ પર્યટન પર આધાર રાખે છે. વન્યજીવ પર્યટનમાં હોટેલ ચાલકો માટે આખા વર્ષનો સૌથી મહત્ત્વનો સમય એપ્રિલથી જૂન છે. આ સમયગાળામાં આખા વર્ષનો ૬૦ થી ૭૦ ટકા વ્યવસાય થાય છે. ચોમાસા પછી અભયારણ્ય ખુલે એટલે નવેમ્બર અને ડિસેમ્બરમાં ફક્ત શનિવાર-રવિવાર અને રજાઓના દિવસે જ પર્યટકો આવતા હોય છે. સ્થાનિકોને ફટકો: છેલ્લા થોડા વર્ષોમાં ટાઈગર સફારીને લીધે સ્થાનિક સ્તરે હોટેલ કર્મચારીઓ, હોટેલોને સુવિધા આપતા વ્યવસાયિકો, વાહન ચાલક-માલિક, ઘરગથ્થુ રહેવાની સુવિધા પૂરી પાડતા લોકો, વન્યજીવ માર્ગદર્શક એટલે કે ગાઈડ એકબીજા પર  આધાર રાખનાર સાંકળ બન્યા છે. તેમના માટે આ સીઝન મહત્ત્વની હોય છે. પર્યટનના કારણે અનેકની જીવનશૈલીમાં પણ ફેરફાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો