તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનઉપયોગી સમય:લોકલ ટ્રેનનો સમય 25 લાખ નોકરિયાતો માટે બિનઉપયોગી

મુંબઈ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બપોરે પછી કામ પર આવવાનું માલિકને કેમ પૂછાય?

એક વખત લોકલ શરૂ થશે એટલે તમામ મુશ્કેલીઓ દૂર થશે અને હંમેશ પ્રમાણે વ્યવહાર શરૂ થશે એવી કર્મચારીઓ અને માલિકોની આશા પર લોકલના પ્રવાસની મર્યાદાને લીધે પાણી ફરી વળ્યું છે. બપોર પછી જ પ્રવાસ કરવાની શરત 25,00,000થી વધુ નોકરિયાતો માટે બિનઉપયોગી સાબિત થઈ રહ્યાનું મુંબઈમાં ચિત્ર છે.

સામાન્ય પ્રવાસીઓ માટે 1 ફેબ્રુઆરીથી લોકલ શરૂ થયા પછી પણ નોકરિયાતોને એનો લાભ થયો નથી. મુંબઈ જેવી દેશની આર્થિક રાજધાનીમાં સૌથી વધુ સામાન્ય નોકરિયાતો કરિયાણાની દુકાનો, વિવિધ ક્ષેત્રના હોલસેલ મારકેટ, નાનામોટા વેપારીઓ પાસે કામ કરે છે. આવા કર્મચારીઓનો આંકડો 25,00,000થી વધારે છે. રિયલ એસ્ટેટ મુંબઈમાં સૌથી વધુ નોકરી આપતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રના વિવિધ કાર્યાલયો, બાંધકામ સાઈટ પર 10,00,000 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. ઉપરાંત દેશમાં લગભગ 60 ટકા ટર્નઓવર કરતું સોનીબજાર સોના-ચાંદીનું હબ છે.

એમાં નોકરીઓનો આંકડો લગભગ 6,00,000 જેટલો છે. દેશના મોટા ભાગમાં ફેશનેબલ કપડાઓ મુંબઈથી પૂરા પાડવામાં આવે છે. તેથી કાપડબજારમાં 3થી 4 લાખ કર્મચારીઓ કામ કરે છે. ઉપરાંત ઓટોમોબાઈલ, બાંધકામ સામગ્રી, અન્ય છૂટક ક્ષેત્રમાં નોકરિયાતોનો આંકડો 5,00,000થી વધારે છે. આ તમામ કર્મચારીઓ રાજ્ય સરકારના અત્યાવશ્યક શ્રેણીમાં આવતા નથી. પણ આ બધાનો વ્યવસાય જોતા તેમને કામ પર હાજર રહેવું જરૂરી હોય છે. જો કે પ્રવાસની છૂટ બપોરના 12 વાગ્યા પછી હોવાથી તેમને કોઈ ફાયદો થયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો