તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના લોકડાઉન પછી સામાન્ય પ્રવાસીઓ માટે 10 મહિના સુધી બંધ મુંબઈની ઉપનગરીય લોકલ સેવા 1 ફેબ્રુઆરીથી બધા માટે ખોલવામાં આવી. જો કે એમ કરતા સમયની મર્યાદા મૂકવામાં આવી. તેથી નોકરિયાતોએ અનેક અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકારના નિર્ણય પર તીવ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નારાજગીની સરકારે ગંભીર નોંધ લીધી છે એમ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
કોરોનાના સંક્રમણની તીવ્રતા ઓછી થયાની પાર્શ્વભૂમિ પર રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી સામાન્ય પ્રવાસીઓ માટે લોકલ ખુલ્લી કરવાનો નિર્ણય લીધો. એ અનુસાર સવારના પહેલી લોકલથી લઈને સવારના વાગ્યા સુધી, એ પછી બપોરે 12 થી સાંજે 4 અને રાત્રે 9 વાગ્યાથી લઈને છેલ્લી લોકલ સુધી પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ગિરદી ટાળવા માટે સરકારે આ પગલું ભર્યું છે. પણ એનું ઉંધુ પરિણામ દેખાઈ રહ્યું છે. સમયની મર્યાદા મૂકવા છતાં ગિરદી યથાવત છે.
આ તમામ પાર્શ્વભૂમિ પર આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મહત્ત્વની માહિતી આપી હતી. મુંબઈગરાઓની જરૂરિયાત અનુસાર અને સગવડ અનુસાર ટૂંક સમયમાં જ ફેરફાર કરવામાં આવશે એમ તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. લોકલ સેવા બધા માટે મહત્ત્વની છે. મુંબઈગરાઓની સગવડ ધ્યાનમાં લેતા સમયની બાબતમાં કંઈ કરી શકાય તો ચોક્કસ કરવામાં આવશે. એના માટે સંબંધિત વિભાગ પાસે પ્રયત્ન કરવામાં આવશે. અંતે તો સરકાર માટે જનતાનું હિત મહત્ત્વનું છે. તેથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.