તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરલ ફોટો:લોકલ શરુ થયાનો હાશકારો! પ.રેલવેની 1300 ટ્રેન શરુ કરાઇ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં લોકલ શરુ થતા ટ્રેનને નમન કરતો આ ફોટો વાયરલ થયો હતો

કોરોનાને કારણે લોકડાઉનના 11 મહિના પછી લાખ્ખો મુંબઈગરાની જીવાદોરી લોકલ ટ્રેનો 1લી ફેબ્રુઆરીના રોજ સામાન્ય નાગરિકો શરૂ થઈ ત્યારે દરેકની ખુશીનો કોઈ પાર નહોતો. પહેલા દિવસે પાસ- ટિકિટ માટે ભારે ભીડ, ટ્રેનો- પ્લેટફોર્મ પર ભીડના અનેક ફોટો બહાર આવ્યા હતા, પરંતુ એક યુવાન ટ્રેનમાં ચઢવા પૂર્વે નતમસ્તક થઈને પ્રણામ કરે છે તે ફોટો સૌથી વધુ વાઈરલ થયો હતો. મુંબઈગરા માટે ટ્રેન કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો ઉત્તમ દાખલો માનવામાં આવે છે.

લોકલ ટ્રેનોમાં ભારે ગિરદી હોય છે, પીકઅવર્સમાં કચડાકચડી થાય છે, ટિકિટ- પાસ લેવા માટે લાઈન લગાવવી પડે છે, ટ્રેનો સમયસર હોતી નથી એવી અનેક ફરિયાદો લોકલ વિશે થતી હોય છે, પરંતુ દરેક મુંબઈગરા જાણે છે કે લોકલ વિના જીવન અશક્ય છે. ખાસ કરીને 11 મહિના ટ્રેનો સામાન્ય નાગરિકો માટે બંધ રહી તેણે મુંબઈગરાને ઘણું બધું શીખવી દીધું છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે આ ફક્ત પરિવહનનું સસ્તું માધ્યમ નથી, પરંતુ ભાવના છે. મુંબઈની લોકલ ટ્રેનો આટલો લાંબો સમય સંભવિત રીતે પહેલી જ વાર બંધ રહી હતી, સ્ટેશનો ખાલીખમ થયાં હતાં.

શહેરની આ જીવાદોરીની સૌથી મોટી ખૂબી એ છે કે સામાન્ય નાગરિકો, કર્મચારીઓ, વ્યાવસાયિકો, વેપારીઓ, ફળ વિક્રેતાઓ, ડબ્બાવાળા સહિત બધાને માટે લોકલ પહોંચક્ષમ છે. આથી જ ભલે નિર્ધારિત સમયમાં જ પ્રવાસની છૂટ હોવા છતાં સામાન્ય નાગરિકો માટે ટ્રેનો શરૂ થઈ ત્યારથી ભારે ઉત્સાહનું વાતાવરણ છે અને રેલવેમાં રોજેરોજ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.ગયા વર્ષે માર્ચથી ટ્રેનો બંધ કરવામાં આવી હતી. આ પછી ધીમે ધીમે જીવનજરૂરી સેવાઓ આપનારા માટે અને ત્યાર પછી બધી મહિલાઓ માટે ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી.

મધ્ય રેલવેમાં 1685 ટ્રેન સેવા શરુ કરાઇ
દરમિયાન સામાન્ય નાગરિકોને પણ પરવાનગી આપ્યા પછી પશ્ચિમ રેલવેમાં ટ્રેનોની સંખ્યા 1201 પરથી 1300 પર લઈ જવામાં આવી છે. મધ્ય રેલવેમાં 1685 ટ્રેન સેવાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ધીમે ધીમે વધારો કરીને સેવાઓ પૂર્વવત કરવાનો પ્રયાસ રહેશે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

કુલ 13.50 લાખ પ્રવાસીઓએ યાત્રા કરી
દરમિયાન પશ્ચિમ રેલવેમાં મંગળવારે આખા દિવસ દરમિયાન 3.75 લાખ ટિકિટો જારી કરવામાં આવી હતી. તેમાંથી તેને રૂ. 186.87 લાખની કમાણી થઈ હતી. કુલ 13.50 લાખ પ્રવાસીઓએ યાત્રા કરી હતી, જે સંખ્યા રોજેરોજ વધી રહી હોવાનું રવીંદ્ર બાકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો